Site icon Revoi.in

સુપ્રીમમાં સેનાની મહિલા અધિકારીઓની જીત, હવે મળશે સ્થાયી કમિશન

Social Share

નવી દિલ્હી: હવે સેનામાં 39 મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન મળશે. સુપ્રીમ કોર્ટમાં ભારતીય સેનાની 39 મહિલા અધિકારીઓની જીત થઇ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નિર્દેશ કર્યો છે કે, તેઓ આ મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન આપવાનો આદેશ જારી કરે. સાથે જ કોર્ટે 25 મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન ના આપવાના કારણો વિશે જાણકારી આપવા પણ કહ્યું છે.

સુપ્રીમ કોર્ટમાં સેનાની મહિલા અધિકારીઓની તરફથી અવમાનના અરજી દાખલ કરવામાં આવી હતી. તેના પર જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ બીવી નાગરત્નાની બેંચમાં મહત્વની સુનાવણી થઇ હતી. સુનાવણી દરમિયાન કેન્દ્ર તરફથી એએસજી સંજય જૈન અને વરિષ્ઠ વકીલ આર બાલાસુબ્રમણ્યમની બેન્ચે જણાવ્યું કે, 72માંથી એક મહિલા અધિકારીએ સર્વિસથી રિલીઝ કરવાની અરજી આપી છે. સરકારે બાકી 71 કેસ પર પુનર્વિચાર કર્યો. જેમાંથી માત્ર 39એ સ્થાયી કમિશન આપવામાં આવી શકે છે કેમ કે બાકી 32માંથી 7 ચિકિત્સકીય રીતે સ્થળ બહાર છે

સુપ્રીમ કોર્ટે 25 માર્ચ 2021એ નિર્ણય સંભળાવ્યો હતો કે જે મહિલાઓના સ્પેશ્યસ સેલેક્શન બોર્ડમાં 60 ટકાથી વધારે ગુણ મળ્યા છે અને જેમના વિરૂદ્ધ ડિસિપ્લિન અને વિજિલન્સના કેસ નથી તે મહિલા અધિકારીઓને સેના કાયમી કમિશન આપે. તેમ છતાં આ મહિલાઓને સ્થાયી કમિશન હજુ સુધી આપવામાં આવ્યુ નથી.

અગાઉ સુપ્રીમ કોર્ટે 8 ઓક્ટોબરે સેનાને કહ્યુ હતુ કે તમે પોતાના સ્તરે આ મુદ્દો ઉકેલો. એવુ ના કરો કે આને લઈને અમારે ફરીથી કોઈ આદેશ આપવો પડે.