Site icon Revoi.in

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, ટૂંક સમયમાં થશે આ બે ફાયદા

Social Share

નવી દિલ્હી: નવા વર્ષે કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકાર ભેટ આપવા જઇ રહી છે. મોંઘવારી ભથ્થુ વધવાથી એક વખત ફરીથી કર્મચારીઓનો પગાર વધી જશે. બીજી તરફ સરકાર કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની બાકી રકમ પર તાત્કાલિક નિર્ણય આપવાની છે.

આ બાદ કર્મચારીઓને DAના એરિયર્સની પણ ચૂકવણી કરાય તેવી સંભાવના છે. કેન્દ્રીય કર્મચારોને રોકાયેલા ડીએની ચૂકવણી અને ડીએમાં વધારો કરવામાં આવ્યો છે. પરંતુ તેમને અત્યાર સુધી 18 મહિનાની બાકી ડીએ મળ્યું નથી. કર્મચારીઓ લાંબા સમયથી આ પૈસા આપવાની માંગ કરી રહ્યાં છે. સરકાર DAની ચૂકવણી એક સાથે કરી શકે છે.

આપને જણાવી દઇએ કે જો સરકાર ડીએના એરિયર્સની ચૂકવણી એક સાથે કરે તો કર્મચારીઓને બે લાખ રૂપિયા સુધીનો ફાયદો મળશે. વર્ગ-1ના કર્મચારીઓનું ડીએ એરિયર્સ 11880 રૂપિયાથી લઇને 37554 રૂપિયા સુધી છે. તો લેવલ-13 અને લેવલ-14ના કર્મચારીઓનું એરિયર્સ 1.44 લાખથી લઇને 2.18 લાખ રૂપિયા સુધીનું છે.

અત્રે જણાવવાનું કે, નેશનલ કાઉન્સિલ ઑફ JCM, ડિપાર્ટમેન્ટ ઑફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ અને નાણાં મંત્રાલયની વચ્ચે આ અંગે વાતચીત થઇ છે.  જો કે, હજી આ અંગે કોઈ યોગ્ય જવાબ આવ્યો નથી. જેસીએમનું કહેવુ છે કે સરકાર સાથે વાતચીત ચાલી રહી છે.