Site icon Revoi.in

INS વિશાખાપટ્ટનમ પરથી બ્રહ્મોસનું પરીક્ષણ, ડમી જહાજનો સફાયો કર્યો

Social Share

નવી દિલ્હી: ભારત પોતાની દરિયાઇ સીમાને વધુ સુરક્ષિત રાખવા અને દુશ્મનોથી બચાવવા માટે સંરક્ષણ ક્ષેત્રે વધુને વધુ મજબૂતાઇ પ્રાપ્ત કરી રહ્યું છે. હવે ભારતે દરિયામાંથી દરિયામાં માર કરી શકે તેવી બ્રહ્મોસ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, નૌસેનાના યુદ્વ જહાજ INS વિશાખાપટ્ટનમ પરથી આ મિસાઇલને લોંચ કરવામાં આવી હતી અને તેણે એક ડમી જહાજ પર અચૂક નિશાન સાધીને તેનો સફાયો બોલાવી દીધો હતો.

આપને જણાવી દઇએ કે અગાઉ ભારતે 8 ડિસેમ્બરના રોજ હવામાંથી જમીન પર માર કરી શકે તેવા બ્રહ્મોસ વેરિએન્ટનું પરીક્ષણ કર્યું હતું. સુખોઇ-30 લડાકૂ જહાજ પરથી આ મિસાઇલને લોંચ કરવામાં આવી હતી.

બ્રહ્મોસ મિસાઇલની વિશિષ્ટતા એ છે કે તે સટીક રીતે નિશાન સાધવામાં માહિર છે. તે ઉપરાંત તે દુશ્મનના રડારમાંથી બચી નીકળવામાં પણ તે સક્ષમ છે. ભારત અને રશિયાએ સંયુક્તપણે આ મિસાઇલનું નિર્માણ કર્યું છે. આ એક સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે અને તે 4300 કિમી પ્રતિ કલાકની ઝડપથી દુશ્મનના ટાર્ગેટને ધ્વસ્ત કરવાની કાબેલિયત ધરાવે છે.

નોંધનીય છે કે, થોડાક સમય પહેલા જ યુપીમાં બ્રહ્મોસ મિસાઇલના નિર્માણ માટેની ફેક્ટરીનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ શિલાન્યાસ કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહ્યા હતા.