Site icon Revoi.in

કોંગ્રેસને મોટો ઝટકો, દિગ્ગજ નેતા RPN સિંહે ભાજપનો ખેસ ધારણ કર્યો

Social Share

નવી દિલ્હી: અત્યારે જ્યારે દેશમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે પક્ષપલટાની મોસમ ચાલી રહી છે. રાજકીય ગતિવિધિઓ વધી છે. યૂપી ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ખૂબ લોકપ્રિય નેતા એવા RPN સિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

દિલ્હીમાં તેઓએ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતિમાં ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. યુપીની ચૂંટણી પહેલા RPN સિંહનો કેસરિયો ધારણ કરવો એ કોંગ્રેસ માટે મોટો ઝટકો સાબિત થશે.

અગાઉ RPN સિંહે સોનિયા ગાંધીને રાજીનામું પત્ર મોકલ્યો હતો અને પાર્ટીમાં જોડાવા માટે દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયમાં પહોંચ્યા હતા. ભાજપમાં જોડાયા બાદ સિંહે કોંગ્રેસથી અસંતોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, હું 32 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યો હતો, પરંતુ હવે કોંગ્રેસ પહેલા જેવી રહી નથી. પીએમ મોદીના નેતૃત્વમાં યુપીમાં ડબલ એન્જિનની સરકારે જે રીતે વિકાસ કર્યો છે, તેના બધા સાક્ષી રહ્યાં છે. તેઓ દેશ અને યુપીના નિર્માણમાં પણ જે યોગદાન આપવાનું છે તે જ કરશે.

નોંધનીય છે કે, સિંહ વર્ષ 1996, 2002 અને 2007માં પાદરૌના વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ પક્ષના ધારાસબ્ય રહી ચૂક્યા છે. વર્ષ 1999ની લોકસભા ચૂંટણીમાં RPN સિંહ ત્રીજા સ્થાને રહ્યા હતા. વર્ષ 2004માં તેઓ બીજા સ્થાને હતા. વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં રતનજીત પ્રતાપ નારાયણ સિંહ ચૂંટણી જીત્યા હતા અને તેઓ સરફેસ ટ્રાન્સપોર્ટ અને રોડ હાઇવેના રાજ્યમંત્રી, યુપીએ-2 સરકારમાં પેટ્રોલિયમ અને ગૃહ રાજ્યમંત્રી હતા.