Site icon Revoi.in

સહારનપુરમાં ગુનાખોરી અંગેના અખિલેશ યાદવના નિવેદન પર અમિત શાહનો પલટવાર, કહ્યું – તમે ક્યા ચશ્માથી જોઇ રહ્યા છો?

Social Share

નવી દિલ્હી: સપા પ્રમુખ અખિલેશ યાદવે સહારનપુરમાં ગુનાખોરી વધી રહી છે તેવું નિવેદન આપ્યું હતું જેના પર પલટવાર કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, અખિલેશજી તમે એવા ચશ્મા ક્યાંથી લાવ્યા છો, જે વિકાસના કામ માટે તમને દેખાતા નથી. આજે મોદીજી અને યોગીજીના પ્રયાસોથી જ અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામ મંદિરનું નિર્માણ થવા જઇ રહ્યું છે.

સહારનપુરની મુલાકાત દરમિયાન એક સંબોધન દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, યુપીમાં માફિયા શાસનનો હવે અંત આવ્યો છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ પર વાર કરતા કહ્યું હતું કે, હથિયારોના ઉપયોગને કારણે લૂંટની ઘટનાઓમાં 69 ટકાનો ઘટાડો થયો છે. હત્યાઓમાં 30 ટકાનો ઘટાડો થયો છે. દહેજના કારણે થતા મૃત્યુમાં 22.5 ટકાનો ઘટાડો થયો છે.

સહારનપુરમાં કેન્દ્રયી ગૃહ પ્રધાને મા શાકુંભરી સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો છે. મા શાકુંભરી સ્ટેટ યુનિવર્સિટી 50.43 એકરમાં 92 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. પશ્વિમ ઉત્તર પ્રદેશ અને બ્રજ ક્ષેત્રના બૂથ ઇન્ચાર્જ તરીકે અમિત શાહ આજે પશ્વિમ ઉત્તર પ્રદેશની મુલાકાતે છે. આ પ્રસંગે તેમની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ધર્મેન્દ્ર પ્રધાન અને ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા હાજર રહ્યા હતા.