Site icon Revoi.in

જવાદ બાદ હવે આવશે ‘આસાની’ વાવાઝોડું, આ રીતે અપાયા છે વાવાઝોડાના નામ

Social Share

નવી દિલ્હી: અત્યારે સમગ્ર દેશ પર જવાદ વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. હવામાન વિભાગે 4 ડિસેમ્બરના રોજ જવાદ વાવાઝોડુ ત્રાટકવાની આગાહી કરી છે. આ વાવાઝોડને લઇને અનેક દેશોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જવાદ હજુ ગયુ નથી ત્યાં તો નવું વાવાઝોડાનું નામ આસાની છે. અહીં તમને એ સવાલ થતો હશે કે આવું અજીબોગરીબ નામ કેમ હશે. ચાલો તે વિશે વાંચીએ.

વર્ષ 2019ના એપ્રિલ મહિના દરમિયાન વર્લ્ડ મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ પેનલ દ્વારા મંજૂરી અપાયા બાદ હવામાન વિભાગએ અત્યાર સુધીમાં 169 વાવાઝોડાના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીને અનુસરતા હવે જવાદ બાદ આગામી વાવાઝોડાનું નામ ‘આસાની’ હશે. શ્રીલંકા દ્વારા આ નામ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત સિત્રાંગ, મેન્ડસ અને મોચા જેવા પણ તોફાનના નામો છે.

વિશ્વભરના 13 દેશોએ કુલ 169 નામોની યાદી તૈયાર કરી છે. દરેક દેશે 13 નામ આપ્યા છે. કુલ મળીને 169 નામો છે. ભારત દ્વારા વાવાઝોડાના જે નામ આપવામાં આવ્યા છે તેમાં આગ, વ્યોમ, પ્રોબાહો, ઝર, તેજ, ગતિ, નીર, પ્રભંજન, ઘુર્ની, અમ્બુદ, જલધી અને વેલા છે.

નામકરણની પ્રક્રિયામાં, સભ્ય દેશો દ્વારા તેમના વતી આપવામાં આવેલા નામોની યાદી, તે દેશોની આલ્ફાબેટીકલ લિસ્ટિંગ કરવામાં આવે છે. મૂળાક્ષરો પ્રમાણે પહેલા બાંગ્લાદેશ (બાંગ્લાદેશ), પછી ભારત (ભારત) અને પછી ઈરાન (ઈરાન) અને અન્ય દેશોના નામ આપવામાં આવ્યા છે, તે જ ક્રમમાં તોફાની વાવાઝોડાના નામ સૂચવેલા નામ પરથી રાખવામાં આવ્યા છે.

નોંધનીય છે કેસ વાવાઝોડાના નામનો પણ એક ખાસ અર્થ થતો હોય છે જે નામ આપનાર દેશની ભાષા તેમજ સંસ્કૃતિને દર્શાવે છે.