Site icon Revoi.in

બાબા રામદેવના આ નિવેદનથી રૂચી સોયાની મુશ્કેલીઓ વધી, સેબીએ માંગ્યો જવાબ

Social Share

નવી દિલ્હી: સેબીએ પતંજિલ આયુર્વેદના સ્થાપક બાબા રામદેવ સામે નારાજગી વ્યક્ત કરી છે. સેબે પતંજલિની પેટા કંપની રૂચી સોયાને પછ્યું કે, બાબા રામદેવે નિયમનકારી ધોરણોનું ઉલ્લંઘન કેમ કર્યું છે? એક યોગ સત્ર દરમિયાન બાબા રામદેવે લોકોને રૂચી સોયી સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ આપી હતી. આ નિવેદનથી કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી નારાજ છે.

 

સેબીએ પત્રના માધ્યમથી રૂચી સોયા પાસેથી વેપારના નિયમોના કથિત ઉલ્લંઘન, છેતરપિંડી અટકાવવા, ખોટી વેપાર પદ્વતિઓ અને રોકાણ સલાહકાર નિયમો અંગે સ્પષ્ટતા માંગી છે. તે ઉપરાંત સેબીએ બેન્કરો અને રૂચી સોયાના ફોલો ઑન પબ્લિક ઑફર સંભાળતી ટીમને બાબા રામદેવના નિવેદનો પર સ્પષ્ટતા કરવા કહ્યું છે. બેન્કર્સ અને કમ્પ્લાયન્સ ટીમે આ અંગે જવાબ મોકલ્યો છે.

 

પતંજલિ આયુર્વેદે બે વર્ષ પહેલા ઈન્સોલ્વન્સી પ્રક્રિયામાં રૂચી સોયા ખરીદી હતી. રુચિ સોયા અથવા પતંજલિ આયુર્વેદમાં રામદેવનો કોઈ અંગત હિસ્સો નથી પરંતુ તે આ બંને કન્ઝ્યુમર ગુડ્સ બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ રૂચી સોયાના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. આ અર્થમાં તે કાનૂનીરીતે ઇન્સાઇડર બની જાય છે.

 

FPO લાવવા માટે SEBIએ રૂચી સોયાની અરજી મંજૂર કરી છે. રૂચી સોયાની માલિકી બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ પાસે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર FPO ની કિંમત 4,300 કરોડ રૂપિયા રહશે. રૂચી સોયાએ જૂન મહિનામાં આ FPO માટે દસ્તાવેજ દાખલ કર્યા હતા.