Site icon Revoi.in

ડિજીટલ ન્યૂઝ મીડિયા પર નૈતિક આચારસંહિતાની અનિવાર્યતા પર રોક

Social Share

નવી દિલ્હી: ડિજીટલ ન્યૂઝ મીડિયા પર કૉડ ઑફ એથિક્સની અનિવાર્યતા પર બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી. કોર્ટે તેના પર રોક લગાવી દીધી છે. હાઇકોર્ટે આ અંગે જણાવ્યું હતું કે,  નિયમ 9(1) અને નિયમ 9 (3) અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળ અધિકારને નુકસાન પહોંચાડે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, તેના પર રોક લગવતા બોમ્બે હાઇકોર્ટે કહ્યું હતું કે, તે આઇટી એક્ટ 2002ની જોગવાઇનું પણ ઉલ્લંઘન કરે છે. નિયમાવલીના કોઇપણ નિયમ પર રોક નથી લગાવાઇ. ખાસ કરીને કાયદાનું ઉલ્લંઘન કરવા પર ડિજીટલ ન્યૂઝ મીડિયા પર સજાની જોગવાઇવાળા નિયમ 9 (2) માટે કહેવામાં આવ્યું છે તે જળવાઇ રહેશે.

કેટલીક ડિજિટલ મીડિયા સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી અરજી પર ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ જીએસ કુલકર્ણીએ સવાલ ઉઠાવ્યો હતો કે, પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એક્ટ અંતર્ગત બનેલા પત્રકારિતા આચરણના માનકને નવા આઈટી નિયમોમાં આચારસંહિતાની જેમ કઈ રીતે થોપી શકાય? કાઉન્સિલે તો ફક્ત ગાઈડલાઈન બનાવી હતી તો તેને એવો દરજ્જો કેવી રીતે આપી શકાય કે, જ્યાં તેનું અનુપાલન ન કરવા પર સજા આપવામાં આવે?

મહત્વનું છે કે, હાઇકોર્ટે કહ્યું હતું કે, જ્યાં સુધી તમારા પાસે વિચારવાની સ્વતંત્રતા નહીં હોય ત્યાં સુધી તમે તમારી જાતને કેવી રીતે વ્યક્ત કરી શકશો? સરકાર વિચારવાની સ્વતંત્રતાને મર્યાદિત કરી રહી છે.

Exit mobile version