Site icon Revoi.in

હાઇવે એન્જિનિયરિંગનું ઉત્કૃષ્ટ ઉદાહરણ, મધ્યપ્રદેશમાં દેશનો સૌથી પહેલો સાઉન્ડપ્રૂફ હાઇવે બનાવાયો

Social Share

નવી દિલ્હી: મધ્યપ્રદેશમાં દેશનો પહેલો સાઉન્ડપ્રૂફ હાઇવે બનીને તૈયાર થઇ ગયો છે.

મધ્યપ્રદેશના સવની જીલ્લામાં બનેલા આ હાઇવેની લંબાઇ 29 કિલોમીટરની છે અને તેને બનાવવા માટે 960 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. અહીંથી પસાર થનારા લોકો હાઇવે પર રોકાઇને તસવીરો ખેંચાવે છે. હાઇવે પર પસાર થતી ગાડીઓનો અવાજ હાઇવેની નીચે સંભળાતો નથી.

નાગપુર તરફ જતા આ હાઈવેની બંને તરફ સ્ટીલની દિવાલો ઉભી કરવામાં આવી છે. જેથી અવાજ બહાર જાય નહીં. તાજેતરમાં જ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તેનુ લોકાર્પણ કર્યુ હતુ. હાઈવે એન્જિનિયરિંગ અને ટેકનોલોજીનુ ઉત્તમ ઉદાહરણ છે. હાઈવેની નીચે જંગલમાં પ્રાણીઓને પસાર કરવા માટે એનિમલ અન્ડરપાસ બનાવાયા છે.

આપને જણાવી દઇએ કે આ 29 કિલોમીટરનો હાઇવે પેંચ ટાઇગર રિઝર્વના બફર ઝોનમાંથી પસાર થયા છે અને જાનવરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાઉન્ડ પ્રૂફ હાઇવે બનાવાયો છે. કુલ મળીને હાઇવે નીચે 14 અન્ડર પાસ બનાવાયા છે. જેથી પ્રાણીઓ સરળતાપૂર્વક પસાર થઇ શકે. વાહનોની લાઇટથી પ્રાણીઓને ખલેલ ના પહોંચે તે માટે હેડલાઇટ રિડ્યુસર પણ લગાવવામાં આવ્યા છે.

Exit mobile version