Site icon Revoi.in

ક્રિપ્ટોકરન્સી, બેન્કિંગ, ઇલેક્ટ્રિસિટી સહિતના બિલો આવતીકાલથી શરૂ થતા શિયાળુ સત્રમાં રજૂ થશે

Social Share

નવી દિલ્હી: આવતીકાલથી એટલે કે સોમવારથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન સરકાર 30 બિલ રજૂ કરવા જઇ રહી છે.

સરકાર જે 30 બિલ રજૂ કરશે તેમાં બેન્કિંગ, વીજળી, પેન્શન અને આર્થિક ક્ષેત્રે સુધારા કરવા માટેના બિલ સામેલ છે. આ સત્રમાં વીજળની સંશોધન બિલ 2021, બેકિંગ કાયદામાં સુધારા માટેનું બિલ, પેન્શન કાયદામાં સુધારા માટેનું બિલ, ઉર્જા સંરક્ષણના કાયદામાં સુધારા માટેનું બિલ, ચાર્ટર્ડ એકાઉન્ટ્સ, કંપની સેક્રેટરી સાથે સંકળાયેલા બિલ સમાવિષ્ટ છે.

શિયાળુ સત્રમાં 30 બિલ રજૂ કરાશે અને આર્થિક સુધારા તેમજ બીજા મુખ્ય વિષયો સાથે જોડાયેલા કેટલાક બિલો પર વિપક્ષ ચર્ચા કરે અને તેને પસાર કરવામાં પૂરો સહયોગ આપે તેવો આગ્રહ સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે કર્યો હતો.

સરકાર આ ઉપરાંત મુખ્યત્વે ત્રણ નવા કૃષિ કાયદાને રદ કરવાની બિલ મૂકે તેવી પણ સંભાવના છે. તે ઉપરાંત ક્રિપ્ટોકરન્સી અંગેના બિલને પણ રજૂ કરવામાં આવશે.