Site icon Revoi.in

પોર્નોગ્રાફી કેસ: રાજ કુંદ્રાની પોલીસ કસ્ટડીનો છેલ્લો દિવસ, આજે તેની જામીન અરજી પર થશે સુનાવણી

Social Share

મુંબઇ: પોર્નોગ્રાફીના કથિત નિર્માણ અને તેને પ્રકાશિત કરવાના આરોપસર જેલની હવા ખાઇ રહેલા શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. કારણ કે આજે સુનાવણી થવાની છે. પોર્નોગ્રાફી મામલે આજે તેની પોલીસ કસ્ટડી પૂર્ણ થઇ રહી છે.

આપને જણાવી દઇએ કે કુંદ્રાની સાથોસાથ તેની કંપનીનાં આઇટી હેડ રાયન થોર્પેની પણ પોલીસ કસ્ટડી આજે પૂર્ણ થઇ રહી છે. મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ ટીમે રાજ કુંદ્રાની 19 જુલાઇનાં ધરપકડ કરી હતી. જે બાદ કુંદ્રાએ પોલીસ અટકાયતને પડકાર આપતી અને જામીનની માંગ કરતી અરજી બોમ્બે હાઇકોર્ટ સામે આજે સુનાવણી થશે.

ક્રાઇમ બ્રાન્ચને અત્યારસુધીમાં આ કેસમાં અનેક પુરાવા હાથ લાગ્યા છે જેનાથી રાજ કુંદ્રાની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. રાજ કુંદ્રાની ઑફિસમાં મળેલી સીક્રેટ તિજોરીથી લઇને તેના બેંક એકાઉન્ટની વિગતો સુધી પોલીસે તપાસી લીધી છે.

રાજ કુન્દ્રાને આજે પોલીસ કસ્ટડીમાંથી મુક્તિ મળી જશે કે પછી હજુ વધુ દિવસો તેને જેલનાં સળિયા પાછળ વિતાવવા પડશે. કારણ કે પોર્નોગ્રાફી મામલે અત્યાર સુધીમાં પોલીસનાં હાથે જે પુરાવા લાગ્યા છે તેમાં સીક્રેટ તિજોરીમાંથી 51 જેટલાં વીડિયોઝ પણ મળી આવ્યાં છે.