Site icon Revoi.in

માત્ર બે પૈડા પર ઑટો રિક્ષા ચલાવીને બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ

Social Share

નવી દિલ્હી: તમે ક્યારેય બે પૈડા પર ચાલતી ઑટો રિક્ષાની કલ્પના કરી શકો છો અથવા જોઇ છે? પરંતુ આવું હકીકતમાં બન્યું છે. ચોંકી ગયા ને?, વાત એમ છે કે ચેન્નાઇના એક રીક્ષાચાલકે માત્ર બે પૈડા પર ઑટો રિક્ષા ચલાવીને બતાવી છે. આ સિદ્વિ સાથે તેણે પોતાનું નામ ગિનીઝ બૂકમાં નોંધાવ્યું છે.

સોશિયલ મીડિયા પર તે હાલમાં છવાયેલો છે કારણ કે તે માત્ર બે પૈડા પર ઑટો રિક્ષા ચલાવી રહ્યો હતો. હાલમાં તે સોશિયલ મીડિયા પર છવાયેલો છે. ડ્રાઇવર અને તેમના ઑટોએ આ કરતબ કરીને ગિનીઝ બૂક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. ઓટો રિક્ષા ડ્રાઇવર જગદીશે બે પૈડા પર સૌથી લાંબુ અંતર નક્કી કર્યું હતું અને ત્યાર બાદ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ અનુસાર ડ્રાઇવરે રેકોર્ડ બનાવવા માટે વાહનને માત્ર બે પૈડા પર સંતુલિત કરીને 2.2 કિ.મીનું સૌથી લાંબું અતર નક્કી કર્યું હતું.

અગાઉ તામિલનાડુના એક યુવકે પણ આવી જ કરતબ કરીને રેકોર્ડ બનાવ્યો હતુ પરંતુ તેઓ આટલું દૂરનું અંતર નક્કી કરી શક્યા નહોતા. તે વ્યક્તિ ટીવી શો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સ, અબ ઇન્ડિયા તોડેગામાં જોવા મળ્યા હતા.