Site icon Revoi.in

UP ELECTIONS 2022: કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ સૂચિ કરી જાહેર, ઉન્નાવ દુષ્કર્મ પીડિતાની માતાને પણ આપી ટિકિટ

Social Share

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી આગામી મહિને થવા જઇ રહી છે ત્યારે આ અગાઉ કોંગ્રેસે ચૂંટણી માટે પહેલી યાદી જાહેર કરી છે. પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે જેમાં 125 ઉમેદવારોના નામ સામેલ છે. આ ઉમેદવારોની યાદીમાંથી 50 ઉમેદવારો મહિલા છે. કોંગ્રેસે ઉન્નાવ દુષ્કર્મ પીડિતાની માતાને પણ ઉમેદવાર બનાવ્યા છે. ઉમેદવારોમાં મહિલાઓ ઉપરાંત કેટલાક પત્રકાર, એક અભિનેત્રી અને સમાજસેવી પણ છે.

કોંગ્રેસે ઉન્નાવ ખાતેથી આશા સિંહને ઉમેદવાર બનાવ્યા છે. તે ઉપરાંત NRC-CAA વિરુદ્વ આંદોલન કરનારા સદફ જાફરને પણ ઉમેદવાર બનાવાયા છે. સલમાન ખુર્શીદના પત્ની લુઇસ ખુર્શીદને પણ ટિકિટ મળી છે. તે ઉપરાંત પૂનમ પાંડેને ટિકિટ મળી છે જે આશા વર્કર છે.

ઉમેદવારોની યાદી જાહેર કરતી વખતે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, જે મહિલાઓ પ્રથમ વખત ચૂંટણી લડવા જઇ રહી છે તેઓનું જીવન સંઘર્ષમય રહ્યું છે અને તેઓ હિંમતવાળી મહિલાઓ છે. કોંગ્રેસ પાર્ટી તેમને સંપૂર્ણ સહયોગ પૂરો પાડશે. અમારા ઉન્નાવના ઉમેદવાર ઉન્નાવ સામૂહિક દુષ્કર્મ પીડિતાના માતા છે. અમે એમને તક આપી છે કે, તેઓ પોતાનો સંઘર્ષ ચાલુ રાખે.

બીજી તરફ કોંગ્રેસે સોનભદ્ર નરસંહારના પીડિતોમાંથી એક રામરાજ ગોંડને પણ ટિકિટ આપી છે. જ્યારે આશા વર્કર એવા પૂનમ પાંડેયને પણ ટિકિટ આપી છે.