Site icon Revoi.in

સંસદના શિયાળુ સત્ર વચ્ચે કોંગ્રેસની સંસદીય બેઠક શરૂ, અનેક નેતા હાજર

Social Share

નવી દિલ્હી: કોંગ્રેસ સંસદીય દળની બેઠક બુધવારે વિરોધ વચ્ચે શરૂ થઇ છે. સંસદના સેન્ટ્રલ હોલમાં આ બેઠક શરૂ થઇ ચૂકી છે. આ બેઠકમાં રાહુલ ગાંધી સહિત પાર્ટીના તમામ લોકસભા અને રાજ્યસભા સાંસદો ભાગ લઇ રહ્યાં છે. કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો શિયાળુ સત્રમાંથી 12 સાંસદોને સસ્પેન્ડ કરવાના આદેશને રદ કરવાની અપીલ કરી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે ચોમાસુ સત્ર દરમિયાન સાંસદોએ કરેલી ગેરવર્તણુક બદલ આ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આમાંથી છ કોંગ્રેસના સાંસદ છે. વિપક્ષના સાંસદો સસ્પેન્શન રદ કરવાની માંગણી કરી રહ્યા છે અને ધરણા પર બેઠા છે.

ગત સોમવારે જે સાંસદોને અનુશાસનહીનતા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેમાંથી છ કોંગ્રેસના હતા. આ સિવાય 2-2 તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના અને 1-1 સીપીઆઈ અને સીપીઆઈ-એમના છે. આરોપ છે કે ચોમાસુ સત્ર દરમિયાન તેમણે ગૃહમાં ‘હિંસક’ પ્રદર્શન કર્યું હતું. સરકારે નિયમ 256 હેઠળ તેમના સસ્પેન્શનની માંગણી કરી હતી.

નોંધનીય છે કે,  12 સાંસદોના સસ્પેન્શનના વિરોધમાં ઉભા છે. તેમની માંગ છે કે આ નિર્ણય પાછો લેવામાં આવે. એક દિવસ પહેલા રાહુલ ગાંધી પણ ધરણામાં જોડાયા હતા. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે રાજ્યસભાની કાર્યવાહી ન ચાલવા દેવા પાછળ સરકારનો હાથ છે.