Site icon Revoi.in

હવે કોવિશિલ્ડ અને કોવેક્સિન બજારમાં થશે ઉપલબ્ધ, આટલી હશે વેચાણ કિંમત

Social Share

નવી દિલ્હી: અત્યાર સુધી કોવિડ સામે રક્ષણ આપતી વેક્સિન કોવિશીલ્ડ અને કોવેક્સિન માત્ર સરકાર પાસે જ ઉપલબ્ધ રહેતી પરંતુ હવે તે માર્કેટમાં પણ લોકોને મળી શકશે. કેન્દ્ર સરકાર દ્વારા શરતી મંજૂરી આપવામાં આવી છે. ટૂંક સમયમાં માર્કેટમાં આ બંને વેક્સિન વેચાણ માટે ઉપલબ્ધ થશે.

કોવિડના રોગચાળા દરમિયાન કોવિડ સામે વેક્સિન સૌથી અસરકારક હથિયાર સાબિત થઇ છે. ગત વર્ષે 16 જાન્યુઆરી, 2021થી વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે હવે DCGI દ્વારા ભારતની બંને વેક્સિન કોવેક્સિન તેમજ કોવિશિલ્ડને બજારમાં વેચવાની મંજૂરી આપી દેવામાં આવી છે.

વેક્સિનની કિંમત 275 રૂપિયાથી લઇને 150 રૂપિયા સુધી રાખવામાં આવી શકે છે તેવી સૂત્રોએ માહિતી આપી હતી. NPPA દ્વારા વેક્સિનને યોગ્ય ભાવમાં લાવવા માટે અમુક દિશા નિર્દેશો જાહેર કરાયા છે. હાલમાં કોવેક્સિનની વેચાણ કિંમત 1200 રૂપિયા છે જ્યારે કોવિશિલ્ડના એક ડોઝની કિંમત 780 રૂપિયા છે.

અત્યારે વેક્સિનની કિંમત 150 રૂપિયા રાખવામાં આવે તેવી સંભાવના છે. જો કે હાલ બંને વેક્સિનનો માત્ર ઇમરજન્સી ઉપયોગ કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેમા છેલ્લા 24 કલાકમાં 2,86,384 કેસ નોંધાયા છે. સાથેજ 573 લોકોના મોત થયા છે