Site icon Revoi.in

MSME-રાષ્ટ્રીય સુરક્ષા દળો વચ્ચેના અંતરને દૂર કરવા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ VCCI એક્સ્પોમાં પોતાની ક્ષમતાઓનું પ્રદર્શન કર્યુ

Social Share

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર, SASTRA (સિક્યોરિટી એન્ડ સાયન્ટિફિક ટેકનિકલ રિસર્ચ એસોસિએશન)એ ગુજરાતના વડોદરા ખાતે 27 થી 30 જાન્યુઆરી 2023 દરમિયાન 11મા મેગા ઔદ્યોગિક પ્રદર્શન VCCI એક્સ્પોમાં ભાગ લીધો હતો. આ એક્સ્પોનું સત્તાવાર ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અન્ય મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યું હતું, જ્યાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે આવા કાર્યક્રમો યોજવાનો અર્થ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો વિકાસ (MSME) મંત્રાલય દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરવા તરફ આગળ વધવું અને એકંદરે ટકાઉપણું છે.

આ ચાર દિવસીય કાર્યક્રમમાં, SASTRA (સિક્યોરિટી એન્ડ સાયન્ટિફિક ટેકનિકલ રિસર્ચ એસોસિએશન) ને MSME અમદાવાદ, ભારત સરકારના કાર્યાલય દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા દળો અને MSME વચ્ચેના અંતરને દૂર કરવા માટે તેની ક્ષમતાઓ દર્શાવવા અને તેનું પ્રતિનિધિત્વ કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. નેશનલ વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં SASTRA અધિકારીઓ દ્વારા કરવામા આવેલ પ્રસ્તુતિએ વિવિધ MSME માટે સહયોગ કરવાની સ્પષ્ટ દિશા અને તક પૂરી પાડી હતી. સફળતાની વાર્તાઓ શેર કરતા, SASTRA અધિકારીઓએ ટેકનોલોજી ટ્રાન્સફર દ્વારા તેની નવીનતાઓના વ્યાપારીકરણ માટે ભારતીય નૌકાદળ સાથેના તેમના સહયોગનો ઉલ્લેખ કર્યો અને વિવિધ MSMEને સ્કેલિંગ અને મોટા પાયે ઉત્પાદન માટે ભાગીદારી કરવાની તક આપી. એવું પણ માહિતગાર કરવામાં આવ્યું હતું કે SASTRA MSMEsને રાષ્ટ્રીય સુરક્ષા દળો સાથે તેમના વિકસિત ઉત્પાદનો/ટેકનોલોજીઓ સાથે જોડવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે જે આપણા રાષ્ટ્રને સુરક્ષિત કરે છે. આ કાર્યક્રમમાં ભાગ લેવાનો મુખ્ય હેતુ એકેડેમિયા, ઉદ્યોગ, ઈનોવેટર અને સરકાર વચ્ચે જોડાણમાં મદદ કરીને આત્મનિર્ભર ભારતનું વિઝન હાંસલ કરવાનો છે.