Site icon Revoi.in

તહેવારો પહેલા મુસાફરો માટે ખુશખબર, હવે ઘરેલુ ફ્લાઇટ્સ પૂરી ક્ષમતા સાથે ઉડાન ભરશે

Social Share

નવી દિલ્હી: દેશમાં હવે કોરોનાનો કહેર ઘટી રહ્યો છે ત્યારે હવે કેન્દ્ર સરકારે પણ 18 ઑક્ટોબરથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સની મર્યાદા પરનો પ્રતિબંધ હટાવી દેવાની જાહેરાત કરી દીધી છે.

એક આદેશ બહાર પાડીને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું કે, 18 ઑક્ટોબરથી ઘરેલુ ફ્લાઇટ્સ તેની પૂરી ક્ષમતા સાથે ઉડાન ભરી શકશે. તેનો અર્થ એ થયો કે એરલાઇન્સ કંપનીઓ પૂરી કેપેસિટી સાથે પ્રવાસીઓને બેસાડી શકશે.

શિડ્યુઅલ ડોમેસ્ટિક ઓપરેશન અને તેની સામે મુસાફરોની હાલની માગની સમીક્ષા કર્યા બાદ 18 ઑક્ટોબરથી કોઇપણ જાતના ક્ષમતા પ્રતિબંધ વગર શિડ્યુઅલ ડોમેસ્ટિક એર ઑપરેશનને પુર્વવત કરવાનો નિર્ણય લેવાયો છે.

નોંધનીય છે કે, દેશમાં દિન પ્રતિદીન કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે ત્યારે સરકારે ફ્લાઇટ્સમાં કેપેસિટી કેપ્સ દૂર કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ કોરોના મહામારીને કારણે 23 માર્ચ, 2020થી નિર્ધારિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ મે 2020થી વંદે ભારત મિશન હેઠળ વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ કાર્યરત છે.