Site icon Revoi.in

ખેડૂત આંદોલન હજુ પણ યથાવત્, ખેડૂતોએ કહ્યું – સરકાર માને આ શરત

Social Share

નવી દિલ્હી: સરકાર દ્વારા સંસદના શિયાળુ સત્ર દરમિયાન ત્રણ નવા કૃષિ કાયદાઓ રદ્દ કરવામાં આવ્યા બાદ પણ હજુ ખેડૂત સંગઠનોનું આંદોલન સમાપ્ત થયું નથી. આ વચ્ચે ખેડૂત આંદોલનના નેતાઓએ આંદોલન જલ્દી પૂરું નહીં થાય તેવા સંકેતો આપ્યા છે.

નવેમ્બર મહિનામાં પીએમ મોદી દ્વારા ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવાની ઘોષણા કરવામાં આવી હતી. ત્યારબાદ સંસદના શિયાળુ સત્રમાં પણ આ કાયદા રદ્દ પણ થઇ ગયા હતા અને અંતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે પણ આ કાયદાઓ રદ્દ કરવાના બિલ પર મહોર મારી હતી. જો કે તેમ છતાં ખેડૂતો પોતાની કેટલીક માંગોને લઇને હજુ પણ મક્કમ છે. MSP મુદ્દે પણ સમિતિની રચના કરવામાં આવી છે તેમ છતાં ખેડૂતો આંદોલન સમાપ્ત કરવાનું નામ નથી લઇ રહ્યા.

આ અંગે ખેડૂત સંગઠનોની સમિતના મનોજ સિંહ સિક્કા, યુદ્વવિર સિંહ અને બળવીર સિંહે કહ્યું છે કે, જો સરકાર તેઓની વાત માની લે તો માત્ર ત્રણ જ કલાકમાં આંદોલન સમાપ્ત કરી દઇશું. આ ત્રણ નેતાઓ ટૂંક સમયમાં સરકાર સાથે વાતચીત કરવાના છે.

જો કે હાલમાં જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તે જોતા આગામી સમયમાં પણ ખેડૂતો આંદોલન સમાપ્ત કરે તેવા કોઇ સંકેતો નથી મળી રહ્યા.

મહત્વનું છે કે ખેડૂતોની માંગ છે કે MSP કાયદો, આંદોલન દરમિયાન નોંધાયેલા તમામ કેસ પરત ખેંચવા, આંદોલનમાં મૃત્યુ પામેલ તમામ ખેડૂતનાં પરિજનોને વળતર આપવામાં ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. આ ખેડૂતો દિલ્હીની ટિકરી બોર્ડર પાસે આંદોલન કરી રહ્યા છે જેને કારણે દિલ્હીની જનતાને ટ્રાફિકની ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.