Site icon Revoi.in

કોરોના સામેનો જંગ કારગિલ યુદ્વ કરતાં પણ છે ખતરનાક: પૂર્વ આર્મી ચીફ જનરલ

Social Share

નવી દિલ્હી: કોરોના જે રીતે સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવી રહ્યો છે અને જે રીતની ભયંકર સ્થિતિનું નિર્માણ થયું છે તેના પર ભારતીય સેનાના પૂર્વ વડા નિવૃત્ત જનરલ વી પી મલિકે નિવેદન આપ્યું છે. તેઓએ કોરોનાની હાલની સ્થિતિને કારગિલના યુદ્વ સાથે સરખાવી છે.

ભારતીય સેનાના પૂર્વ વડા વી.પી. મલિકે કહ્યું કે, કોરોના સામેનો જંગ તો કારગિલ કરતાં પણ ખતરનાક છે. ભારતમાં કોરોનાને કારણે 2 દિવસમાં 2400 લોકોનાં મોત થયા છે. આ આંકડો કારગિલ જંગમાં શહીદ થયેલા સૈનિકોની સંખ્યા કરતાં અઢી ગણો છે. પણ શું દેશ આ યુદ્વ તરફ ખરેખર ધ્યાન આપી રહ્યું છે..?

તેમણે સાથે સાથે દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન, ચૂંટણીની રેલીઓ અને ધાર્મિક આયોજનનોની તથા કોરોના સામે જરુરી સંસાધનોની અછતની પણ ટીકા કરી હતી. જનરલ મલિકે સાથે સાથે દેશવાસીઓને જાગૃત થવાની અપીલ કરી હતી.

મહત્વનું છે કે, પાકિસ્તાન સામેના કારગીલ જંગમાં આપણા 527 સૈનિકો શહીદ થયા હતા.તેની સરખામણી કોરોના સાથે કરીને જનરલ મલિકે કોરોના સામેનો જંગ કેટલો ખતરનાક છે તે જણાવવાનો પ્રયાસ કર્યો છે.

(સંકેત)