Site icon Revoi.in

જાંબાઝ ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલિન, સંપૂર્ણ રાજકીય-લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર, પુત્રએ આપી મુખાગ્નિ

Social Share

નવી દિલ્હી: તામિલનાડુના કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં એકમાત્ર બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું પણ બે દિવસ પહેલા દેહાંત થયું હતું. બેંગ્લુરુની સૈન્ય હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.

આજે તેમને વતન ભોપાલમાં લવાયા હતા જ્યાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વરુણ સિંહના ભાઇ તનુલ અને પુત્ર રિદ્ધિમને તેમના નશ્વર દેહને મુખાગ્નિ આપી હતી.

અગાઉ મિલિટરી ટ્રકમાં તેમના મૃતદેહને સ્માનશ ગૃહ પહોંચાડવામાં આવ્યો હતો. તેમની અંતિમ યાત્રામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા અને ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા હતા. બીજી તરફ વાયુસેનાના જવાનોએ તેમને ગાર્ડ ઑફ ઓનર આપ્યું હતું.

ગુરુવારે બપોરે તેમના નશ્વર દેહને ભોપાલ પહોંચાડવામાં આવ્યો હતો. આ સમયે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમના પરિવારજનો માટે 1 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.