Site icon Revoi.in

વર્ષ 2022ની જાહેર રજાઓની યાદી જાહેર, જાણો ક્યારે ક્યારે રહેશે રજા?

Social Share

નવી દિલ્હી: વર્ષ 2021 પૂર્ણ થવાને આડે હવે સવા મહિના જેટલો સમય બાકી છે. વર્ષ 2022 દરેક માટે એક નવી આશા, ઉંમગ, ઉત્સાહને લઇને આવે એવું સૌ કોઇ ઇચ્છે છે. વર્ષ દરમિયાન દરેક પ્રકારના કામકાજના પ્લાનિંગ અને હરવા ફરવા માટે રજાઓનું વિશેષ મહત્વ હોય છે ત્યારે વર્ષ 2022માં કુલ 42 સરકારી રજાઓ રહેશે. ચાલો વર્ષ 2022માં આવનારી રજાઓ વિશે વાંચીએ.

જાન્યુઆરી મહિનામાં વાત કરીએ તો 1 જાન્યુઆરી (નવું વર્ષ), 14 જાન્યુઆરી (મકરસંક્રાતિ), 14 જાન્યુઆરી (પોંગલ), 26 જાન્યુઆરી (પ્રજાસત્તાક દિવસ), ફેબ્રુઆરીમાં 5 ફેબ્રુઆરી (વસંત પંચમી), 15 ફેબ્રુઆરી (હઝરત અલીનો જન્મદિવસ), 16 ફેબ્રુઆરી (ગુરુ રવિદાસ જયંતિ), 26 ફેબ્રુઆરી (મહર્ષિ દયાનંદ સરસ્વતી જયંતિ) અને 28 ફેબ્રુઆરી (મહાશિવરાત્રી)

માર્ચ અને એપ્રિલ મહિનાની વાત કરીએ તો અનુક્રમે 17 માર્ચના રોજ હોલિકા દહન, 18 માર્ચે ડોલીયાત્રા, 20 માર્ચના રોજ શિવાજી જયંતિ રહેશે. પારસીનું નવું વર્ષ 20 માર્ચે મનાવાશે. 1 એપ્રિલના રોજ સુખલાદી, 13 એપ્રિલ (બૈસાખી), 14 એપ્રિલના રોજ મહાવીર જયંતિની રજા રહેશે. 15 એપ્રિલ ગુડફ્રાઇડે અને 17 એપ્રિલ ઇસ્ટર અને 29 એપ્રિલના રોજ જમાત ઉલ વિદા છે.

મે મહિનામાં 7મી મેના રોજ રવિન્દ્રનાથનો જન્મદિવસ છે. 15મી મેના રોજ બુદ્વ પૂર્ણિમાની રજા, 30મી જૂન (રથયાત્રા), 30મી જુલાઇ મોહરમ. 11 ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે. 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ. 18મી ઓગસ્ટે જન્માષ્ટમી છે. 30મી ઓગસ્ટે ગણેશ ચતુર્થીની રજા રહેશે.

7 સપ્ટેમ્બર (ઓણમ), 2 ઓક્ટોબર (મહાત્મા ગાંધી જયંતિ), 4 ઓક્ટોબર (દશેરા), 8 ઓક્ટોબર (મિલાદ ઉન-નબી), 9 ઓક્ટોબર (મહર્ષિ વાલ્મિકી જયંતિ), 24 ઓક્ટોબર (નરક ચતુર્દશી), 24 ઓક્ટોબર (દીપાવલી), 25 ઓક્ટોબર (ગોવર્ધન પૂજા), 26 ઓક્ટોબર (ભાઈ બીજ), 30 ઓક્ટોબર (છઠ પૂજા), 24 નવેમ્બર (ગુરુ તેગ બહાદુર શહીદી દિવસ) અને 25 ડિસેમ્બર (ક્રિસમસ ડે).

શનિવાર-રવિવારના દિવસે જો કોઈ તહેવાર આવે છે તો તમારી એક રજા બરબાદ થઈ જાય છે. આજ તહેવાર જો કોઈ અન્ય વારે આવે તો તમને અઠવાડિયામાં તે તહેવારની રજા અને શનિવાર-રવિવાર એમ બન્ને રજાઓનો લાભ મળે છે. 2022ના કેલેન્ડર પર નજર કરીએ તો આ વખતે ઘણી રજાઓ શનિવાર-રવિવારની રજાઓમાં આવે છે.