Site icon Revoi.in

કોરોનાના સંકટને કારણે ICSE બોર્ડની ધોરણ 10ની પરીક્ષાઓ રદ કરાઇ, ધોરણ 12 માટે લેવાયો આ નિર્ણય

Social Share

નવી દિલ્હી: કોરોના સંકટની સ્થિતિને ધ્યાનમાં રાખતા CISCE બોર્ડે ધોરણ 10ની પરીક્ષાઓ રદ કરી છે. ધોરણ 12ની પરીક્ષાઓ ગત આદેશ પ્રમાણે જ થશે. પરીક્ષાઓ ઑફલાઇન થશે. આપને જણાવી દઇએ કે, અગાઉ ધો.10ની પરીક્ષા વૈકલ્પિક રાખવામાં આવી હતી. નોંધનીય છે કે ICSEની ધોરણ 10ની પરીક્ષાઓ 4મેથી શરૂ થવાની હતી. આ અગાઉ ICSE બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જૂનમાં નવી પરીક્ષાની તારીખો જાહેરાત થઇ શકે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ICSEની ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પહેલા 4મેથી શરૂ થઇને જૂન સુધી ચાલવાની હતી. જ્યારે ધોરણ 12ની પરીક્ષા 8 એપ્રિલથી શરૂ થવાની હતી. જેનું 18 જૂનના રોજ છેલ્લું પેપર હતું. અત્રે જણાવવાનું કે, CISCE બે બોર્ડને મળીને બન્યું છે. જે હેઠળ 10માં ધોરણની પરીક્ષા ICSE બોર્ડ અને 12માં ધોરણની પરીક્ષા ISC બોર્ડ હેઠળ થાય છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 2,59,170 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,53,21,089 થયો છે. જેમાંથી 1,31,08,582 લોકો કોરોનાને હરાવવામાં સફળ થયા છે. જ્યારે 20,31,977 લોકો હજુ પણ સારવાર હેઠળ છે.

(સંકેત)