Site icon Revoi.in

અફઘાનિસ્તાનમાં ભારત સરકાર તાલિબાન સાથે બનાવી શકે છે નવી નીતિ, ભારતના હિતાર્થે લેવાઇ શકે છે નિર્ણય

Social Share

નવી દિલ્હી: અત્યારે સમગ્ર વિશ્વની નજર અફઘાનિસ્તાન પર સતત વધતા તાલિબાનના વર્ચસ્વ પર પડી રહી છે. તાલિબાનની વધતી હુકુમતથી વિશ્વ ચિંતિત બન્યું છે અને હવે ભારત તાલિબાન સાથે નવી નીતિ બનાવી શકે છે તેવી સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ રહી છે. મોદી સરકાર દ્વારા ભારતના હિત માટે મોટો નિર્ણય લેવાશે.

તાલિબાને અફઘાનિસ્તાનને બાનમાં લીધા બાદ ભારતનું અફઘાનિસ્તાન અને તાલિબાન પ્રત્યેનું વલણ કેવું રહેશે તેને લઇને સૌ કોઇ જાણવા માંગે છે. તે ઉપરાંત લોકોના મનમાં એ પણ સવાલ ઉપસ્થિત થઇ રહ્યા છે કે, ભારત તાલિબાનીઓ સાથે સંપર્ક સાધશે કે કેમ?

જો કે સૂત્રો અનુસાર દેશના હિત માટે ભારત સરકાર જેની સાથે જરૂર પડે તેની સાથે વાત કરશે. જો કે અગાઉ ભારતે ક્યારેય તાલિબાન સાથે વાત સંપર્ક સાધવાની વાત નથી કરી. ત્યારે હવે તાલિબાન સાથે ભારત વાત કરશે તો પણ તે વાતમાં પણ શું મુદ્દા મૂકાશે તે એક પ્રશ્ન છે.

અફઘાનિસ્તાની હાલની તંગદિલીની સ્થિતિ જોઇને ભારત સરકાર તાલિબાનો સાથે નવી નીતિ બનાવી શકે છે તેવું સૂત્રોનું કહેવું છે. સમગ્ર મામલે સરકાર દ્વારા તાલિબાન સાથે વાત કરવામાં આવશે.

બીજી તરફ અફઘાનિસ્તાનમાં જોવા મળી રહેલા પડકારોને લઇને પણ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમજ ભારતના પીએમ મોદીએ 45 મિનિટ સુધી વાતચીત કરી હતી. જેથી એ વાત સ્પષ્ટ થાય છે કે, અફઘાનિસ્તાનમાં તાલિબાન બાદ ભારતની ભૂમિકા મહત્વની સાબિત થશે.