Site icon Revoi.in

મહાત્મા ગાંધી પર અપમાનજક ટિપ્પણી કરનારા કાલીચરણ મહારાજની ધરપકડ

Social Share

નવી દિલ્હી: રાયપુરની ધર્મ સંસદમાં થોડાક સમય પહેલા કાલીચરણ મહારાજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરી હતી. હવે અભદ્ર ટિપ્પણી કરનારા કાલીચરણ મહારાજની ધરપકડ કરવામાં આવી છે. રાયપુર પોલીસે ખજુરાહોની એક હોટલમાંથી કાલીચરણની ધરપકડ કરી છે. હવે કાલીચરણને બપોર સુધીમાં પોલીસ રાયપુર લઇને આવશે. આપને જણાવી દઇએ કે તેની વિરુદ્વ ટિકરાપારા પોલીસ મથકમાં કેસ નોંધાયો છે.

રાયપુરમાં મહાત્મા ગાંધી પર આપત્તિજનક ટિપ્પણી કરવા મુદ્દે કેસ દાખલ થયા બાદ પણ તેનો કોઇ પસ્તાવો ના હોવાનું કથિત ધર્મગુરુ કાલીચરણ મહારાજ કહ્યી રહ્યા છે. અહીંના રાવણભાઠા મેદાનમાં રવિવારે સાંજે બે દિવસની ધર્મ સંસદના અંતિમ દિવસે કાલીચરણે પોતાના ભાષણ દરમિયાન રાષ્ટ્રપિતા વિરુદ્વ અપમાનજનક ટિપ્પણી કરી હતી અને તેમના હત્યારા નથુરામ ગોડસેના વખાણ કર્યા હતા.

રાયપુરમાં પોતાના વિરુદ્વ કેસ દાખલ થયા બાદ કાલીચરણે એક વીડિયો બહાર પાડ્યો હતો અને પોતાની ટિપ્પણીઓને યોગ્ય ઠેરવી છે. વીડિયોમાં કાલીચરણે કહ્યું કે, ગાંધી વિશે અપશબ્દ બોલવા બદલ મારા વિરુદ્વ FIR દાખલ થઇ છે. મને તેનો કોઇ પસ્તાવો નથી. હું ગાંધીને રાષ્ટ્રપિતા માનતો નથી. જો સાચુ બોલવાની સજા મૃત્યુ હોય તો મને તે પણ સ્વીકાર્ય છે.