Site icon Revoi.in

લખીમપુર હિંસા: પ્રિયંકા ગાંધી બાદ હવે પોલીસે અખિલેશ યાદવની પણ અટકાયત કરી

Social Share

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતોના પ્રદર્શન દરમિયાન હિંસા થઇ હતી જેમાં 8 લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં 4 ખેડૂતો, 3 ભાજપના કાર્યકરો તેમજ એક ભાજપના નેતાઓ ડ્રાઇવર સામેલ છે. આ બધા વચ્ચે લખીમપુર ખીરી મામલે ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાઇ ગુયં છે અને અલગ અલગ પાર્ટીઓના નેતા લખીમપુર ખીરી આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુપી પોલીસે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની અટકાયત કરી છે.

બીજી તરફ લખનૌમાં પોતાના ઘરની બહાર ધરણા પર બેઠેલા અખિલેશ યાદવની પણ પોલીસે અટકાયત કરી છે. પોલીતે તેમને લખીમપુર ખીરી જતા રોક્યા હતા. ત્યારબાદ તેઓ ધરણા પર બેસી ગયા હતા. આ અગાઉ પોલીસે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની પણ સીતાપુરમાં અટકાયત કરી હતી. તેઓ લખીમપુર ખીરી જઇ રહ્યા હતા.

લખનૌમાં સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ ખુબ હોબાળો મચાવ્યો. ભીડે પોલીસની ગાડીમાં આગ લગાવી છે. ગૌતમપલ્લી પોલીસ સ્ટેશન બહાર ઊભેલી ગાડીને ભીડે આગને હવાલે કરી.