Site icon Revoi.in

લતાજીના નિધનને લઈને આજે રાષ્ટ્રીય શોક – એક કલાક માટે બન્ને સદનની કામગીરી સ્થગિત

Social Share

 

દિલ્હીઃ- શુરોની મલ્લિકા કંઠ કોલિકા લતાજીના અવસાનને લઈને દેશભરમાં રાષ્ટ્રીય શોક ગઈ કાલે અને આજે એમ બે દિવસ જાહેર કર્વામાં આવ્યો છે,લતાજીના વિતેલી સાંજે મુંબઈમાં સરકારી સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ મુંબઈ પહોંચીને શ્રદ્ધાંજલિ આપી હતી.

લતાદીદીના સમ્માનમાં દેશમાં બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યોના મુખ્ય સચિવોને વાયરલેસ સંદેશ મોકલીને આ અંગે જાણ કરવામાં આવી હતી. 6 અને 7 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય શોક દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધી ઝુકાવવામાં આવશે.

કેન્દ્ર સરકારે મહાન ગાયકના માનમાં બે દિવસનો રાષ્ટ્રીય શોક મનાવવાનો નિર્ણય કર્યો છે. આ સમયગાળા દરમિયાન કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો થશે નહીં. લતા મંગેશકરનો સંપૂર્ણ સરકારી સન્માન સાથે અંતિમ સંસ્કાર ગાર્ડઓનર આપીને કરાયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ આજ રોજ સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપ્યા પછી, તેમના માનમાં રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી સોમવારે એક-એક કલાક માટે સ્થગિત કરવામાં આવશે.રાજ્યસભાની કાર્યવાહી સવારે 10 વાગ્યે શરૂ થતાં જ અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુ મેલોડી ક્વીન લતા મંગેશકરના નિધન પર શોક સંદેશ વાંચશે. આ બાદ, તેમના સન્માનમાં ગૃહની કાર્યવાહી એક કલાક માટે સ્થગિત કરવામાં આવશે.

આ સાથે જ આજે લોકસભામાં બપોરે 4 વાગ્યે કાર્યવાહી શરૂ થતાં જ સ્પીકર ઓમ બિરલા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપશે. ત્યારબાદ તરત જ તેમના માનમાં લોકસભા એક કલાક માટે સ્થગિત કરવામાં આવશે.