Site icon Revoi.in

રાજ કુન્દ્રાના 13 બેંક ખાતામાં જમા થતા હતા અધધ..નાણાં, ખાતાનું કરાશે ફોરેન્સિક ઑડિટ

Social Share

નવી દિલ્હી: પોર્નોગ્રાફિક ફિલ્મના નિર્માણના આરોપસર ધરપકડ કરાયેલા ઉદ્યોગપતિ અને ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના તિ રાજ કુંદ્રાના ખાતાઓની હવે ફોરેન્સિક તપાસ હાથ ધરાશે. મુંબઇ ક્રાઇમ બ્રાંચે આ માહિતી આપી હતી. યુકે સ્થિત કેનરીન પ્રા.લિ. કુંદ્રાની કંપનીના 13 બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરતી હતી.

મુંબઇ ક્રાઇમ બ્રાંચે માહિતી આપી છે કે, કેનરીન પ્રાઇવેટ લિમિટેડ રાજ કુંદ્રાના વિઆન ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા 13 બેંક ખાતાઓમાં પૈસા મોકલતી હતી. આ પછી રકમ કુંદ્રાના અંગત ખાતામાં મોકલવામાં આવતી હતી. આ નાણાં સોફ્ટવેર મેન્ટેનન્સના નામે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. હવે કુંદ્રા સાથે જોડાયેલી કંપનીઓનું ફોરેન્સિક ઓડિટ કરાશે.

યુકેની કંપની કેનરીને વર્ષ 2019માં ‘હોટશોટ’ એપ્લિકેશન ખરીદી હતી. અગાઉ આ એપ્લિકેશન આર્મ્સપ્રાઇમ મીડિયા પાસે હતી. કુંદ્રા આર્મસ્પ્રાઇમનો સહ-માલિક હતો. 25 હજાર ડોલરમાં એપ્લિકેશન વેચાયા બાદ તેણે પદ પરથી રાજીનામું આપ્યું હતું. અહેવાલમાં જણાવ્યા અનુસાર, એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘વેચાણ સમયે તેમની પાસે કરાર હતો કે હોટશોટનું સોફટવેર મેન્ટેનન્સ કુંદ્રાની વિયાન ઇન્ડસ્ટ્રીઝ સંભાળશે. તેથી, સોફ્ટવેર મેન્ટેનન્સના નામે, વિઆન ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા 13 બેંક ખાતાઓમાં પૈસા મોકલવામાં આવ્યા હતા. આ પછી શેલ કંપનીઓ દ્વારા પૈસા કુંદ્રાના અંગત ખાતામાં આવ્યા હતા.

ગેરરીતિઓ શોધવા માટે બેંક ખાતાઓનું ઓડિટ કરવામાં આવશે. લંડનમાં રહેતા કુંદ્રાના સંબંધી પ્રદીપ બક્ષીને પણ FIRમાં વોન્ટેડ આરોપી બનાવવામાં આવ્યો છે. આ સાથે તેની વિરુદ્વ દેશભરમાં એક લુકઆઉટ નોટિસ પણ આપવામાં આવી છે. ફેબ્રુઆરીમાં આ કેસમાં 9 લોકોની ધરપકડ કરાઇ હતી.