Site icon Revoi.in

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે: ગત 5 વર્ષમાં મહિલાઓમાં એનિમીયાનું પ્રમાણ વધ્યું

Social Share

નવી દિલ્હી: દેશમાં મહિલનાઓની પરિસ્થિતિમાં સુધારો કરવા માટે ભારત સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે, પરતુ આ પ્રયાસો નિરર્થક નિવડી રહ્યા છે. તાજેતરમાં બહાર પાડેલા પાંચમાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં બેટીઓની પરિસ્થિતિ કફોડી છે. કેન્દ્ર સરકારની મહિલા સશક્તિકરણની યોજનાઓ અમલમાં હોવા છતાં બિહારમાં દરેક બીજી અને આંધ્રપ્રદેશમાં ત્રીજી મહિલા અભણ છે.

પાંચમાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના પહેલા તબક્કામાં 2019-20 માટે 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેવાયા હતા. આ આંકડાઓની સરખામણી 2015-16ના ડેટા સાથે કરવામાં આવી હતી. જે દર્શાવે છે કે આસામમાં 15-49 ઉંમરની ત્રણ મહિલાઓ પૈકી બે મહિલાઓ એનિમિયાનો શિકાર છે અન સમગ્ર દેશમાં પુરુષોની તુલનાએ મહિલાઓ વધુ પ્રભાવિત છે.

મોદી સરકારના પહેલા કાર્યકાળમાં મહિલાઓમાં એનિમીયાના આંકડા વધ્યા હતા. વર્ષ 2015-16ની સરખામણીએ આસામમાં 66 ટકા મહિલાઓ, બિહારમાં 63.5 ટકા મહિલાઓ એનિમીયાનો સામનો કરી રહી હતી.

રિપોર્ટ અનુસાર બિહારમાં 5માંથી 4 અને તેલંગાણામાં 4માંથી 3 મહિલાઓએ ક્યારેય ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો નથી. જ્યારે કર્ણાટક અને બિહારમાં 10માંથી 4 મહિલાઓ ઘરેલુ હિંસા અને એનિમીયાનો સામનો કર્યો. આ સિવાય 22 રાજ્યોમાં ફર્ટિલિટી રેટ પણ ઘટ્યો હોવાનું તારણ છે.

ડેટા મુજબ બિહારમાં 57.8 ટકા મહિલાઓ સાક્ષર છે એની સરખામણીએ 80 ટકા પુરુષો લખી-વાંચી શકે છે. આ વિષયે ઉત્તર-પૂર્વના રાજ્યોમાં મહિલાઓની સ્થિતિ સારી છે. અહીં 6 રાજ્યોમાં 10માંથી 8 મહિલાઓ લખી-વાંચી શકે છે. નોંધવા જેવો મુદ્દો એ છે કે પાંચ વર્ષના ગાળામાં 2019-20માં દરેક રાજ્યમાં સાક્ષરતા દરમાં સુધારો થયો છે. સૌથી વધુ સાક્ષર મહિલાઓ કેરળમાં છે.

(સંકેત)