Site icon Revoi.in

કેન્દ્રીય-કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 28 ટકાનો વધારો થશે

Social Share

નવી દિલ્હી: દેશના 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનર્સ મોંઘવારી ભથ્થામાં થનારા વધારા માટે આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. આશા છે કે જુલાઇ સુધી મોંઘવારી ભથ્થુ 28 ટકા વધી શકે છે.

AICPIના તાજા આંકડા અનુસાર જાન્યુઆરીથી જૂન 2021 માટે મોંઘવારી ભથ્થામાં ઓછામાં ઓછો 4 ટકાનો વધારો થઇ શકે છે. જો કે વધારામાં પ્રતિબંધ બાદ ખાસ લાભ સાથે સરકાર એક જુલાઇના રોજ મોંઘવારી ભથ્થાને લાગૂ કરવા જઇ રહી છે.

આ ઉપરાંત જાન્યુઆરીથી જૂન 2020ના ત્રણ ટકા અને જુલાઇથી ડિસેમ્બર સુધી 4 ટકા મોંઘવારી ભથ્થાને કેન્દ્રીય કર્મચારીઓને ઉમેરીને મળવાની આશા છે.

મોંઘવારી ભથ્થું 17 ટકાથી 28 ટકા વધવાની આશા છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક જાન્યુઆરી, 2020, એક જુલાઇ 2020 અને એક જાન્યુઆરી 2021 ના ત્રણ હપ્તા કોરોના મહામારીના કારણે અટકાવી દીધા હતા.

મહત્વનું છે કે, માર્ચમાં કેંદ્રીય નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે સંસદમાં કહ્યું હતું કે તમામ કેંદ્રીય સરકારી કર્મચારીઓને એક જુલાઇથી મોંઘવારી ભથ્થાનો પુરો ફાયદો મળશે.

(સંકેત)

Exit mobile version