Site icon Revoi.in

રાફેલની બીજી સ્ક્વોડ્રન પ.બંગાળના હાશિમારા એરબેઝ પર કરાશે તૈનાત

Social Share

નવી દિલ્હી: ભારતીય વાયુસેનાનું સામર્થ્ય સતત વધી રહ્યું છે. હવે આ મહિને ભારતને બીજા 17 લડાકૂ રાફેલ વિમાનો મળવા જઇ રહ્યા છે. સૂત્રોનુસાર, વાયુસેના પશ્વિમ બંગાળના હાશિમારા ખાતે આવેલા એર બેઝ પર રાફેલ વિમાનોની બીજી સ્ક્વોડ્રનને તૈનાત કરવા માટે તૈયારીઓ કરી રહી છે. એપ્રિલ મહિનાના મધ્ય સુધીમાં બીજી સ્કવોડ્રન તૈયાર થઇ જશે.

આપને જણાવી દઇએ કે, હાશિમારા એરબેઝ ચીન, ભારત તેમજ ભુટાનના ટ્રાયજંક્શનથી બહુ નજીક છે ત્યારે દેખીતું છે કે, ચીન ભવિષ્યમાં કોઇ અટકચાળો કરે તો તેને પહોંચી વળવા માટે રાફેલની સ્કવોડ્રન હાશિમારા એરબેઝ ખાતે કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, રાફેલની એક સ્ક્વોડ્રન અંબાલા એરબેઝ પર તૈનાત છે. રાફેલ વિમાનોની પહેલી ખેપ ગત વર્ષે 29 જુલાઇએ ભારત આવી હતી. ત્યારે પાંચ જેટ ભારતને મળ્યા હતા અને અત્યારસુધીમાં 11 રાફેલનું ભારતમાં આગમન થઇ ચૂક્યું છે. આગામી વર્ષના એપ્રિલ મહિના સુધીમાં તમામ 36 રાફેલ વિમાન ભારત આવી જશે.

(સંકેત)