Site icon Revoi.in

નવી દિલ્હી-મેરઠ રેપિડ રેલ પ્રોજેક્ટ: ફ્રાન્સની કંપનીને સોંપાઇ કામગીરી

Social Share

નવી દિલ્હી:  પાટનગર નવી દિલ્હી અને મેરઠ વચ્ચે 82 કિલોમીટરના વિસ્તારને રેપિડ રેલ યોજના દ્વારા આવરી લેવાશે. આ યોજના માટે નેશનલ કેપિટલ રિજ્યોનલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનએ ફ્રાન્સની એક કંપની સાથે કરાર કર્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, સર્ટિફેર નામની આ કંપની રેપિડ રેલની ડિઝાઇનથી માંડીને ટ્રેન દોડતી થાય ત્યાં સુધીના દરેક તબક્કે ચોક્કસ સ્ટાન્ડર્ડ નક્કી કરીને યોજનાને સાકાર કરવામાં સહાયરૂપ થશે. ત્યારપછી જ રેપિડ રેલ દોડતી થશે. આ યોજના પાછળ 88 કરોડ રૂપિયા ખર્ચવાની ધારણા હતી.

82 કિલોમીટરના આ પ્રોજેક્ટમાં વૈશ્વિક કક્ષાની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. દેશની પહેલી રેપીડ રેલ યોજના બાબતમાં NCRTC કોઇ જોખમ લેવા માગતું નથી. આ યોજના પાછળની સિક્યોરિટીની વિગતો તપાસવા માટે પણ NCRTCએ ખાસ બજેટ ફાળવ્યું હતું. આ રેપીડ રેલમાં પ્રવાસ કરવા ઇચ્છુક પ્રવાસીઓ માગે તો સિક્યોરિટી સર્ટિફિકેટ બતાવી શકાય એવી યોજના વિચારાઇ હતી.

જો કે આ પ્રકારના વિશાળ પ્રોજેક્ટમાં સલામતીની વ્યવસ્થા મજબૂત હોય તે જરૂરી છે. એને ઇન્ડિપેન્ડન્ટ સેફ્ટી એસેસમેન્ટ તરીકે ઓળખાવાય છે. ફ્રાન્સની સર્ટિફેર કંપનીએ વિશ્વની ઘણી રેપિડ રેલ યોજાનાની સિક્યોરિટી તપાસ સફળતાથી કરી હતી. આવા દેશોમાં ઇટલી, બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયા અને બ્રાઝિલ જેવા દેશોનો પણ સમાવેશ થાય છે.

જો કે NCRTCએ આ પ્રોજેક્ટની સિક્યોરિટી તપાસવા ટેન્ડર બહાર પાડ્યા હતા જેમાં વિશ્વની ત્રણ ટોચની કંપનીઓએ ટેન્ડર ભર્યા હતા. છેલ્લા તબક્કા સુધી સર્ટિફર કંપની જ તમામ બાબતોમાં મોખરે રહી હતી એટલે એને આ જવાબદારી સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશની આ પ્રથમ રેપીડ રેલ યોજના છે. એનો અમલ થશે ત્યારે દિલ્હી મેરઠ વચ્ચેના 82 કિલોમીટરના માર્ગનો પ્રવાસ સમય ખાસ્સો ઘટી જશે.

(સંકેત)