Site icon Revoi.in

ઇમરજન્સી યુઝ માટે ભારતની કોવેક્સિનને મળી શકે છે મંજૂરી, કંપનીએ તમામ દસ્તાવેજો WHOમાં જમા કરાવ્યા

Social Share

નવી દિલ્હી: કોવેક્સિનને પણ હવે ઇમરજન્સી યૂઝ લિસ્ટમાં સ્થાન મળે તેવી સંભાવના પ્રબળ બની છે. હકીકતમાં, કંપનીએ કોવેક્સિનની ઇમરજન્સી યૂઝ લિસ્ટ માટે જરૂરી તમામ દસ્તાવેજો વિશ્વ આરોગ્ય સંગઠનમાં જમા કરાવ્યા છે અને કંપની ટૂંક સમયમાં કોવેક્સિનને ઇમરજન્સી યૂઝ લિસ્ટમાં સ્થાન મળશે તેવી આશા સેવી રહી છે.

કોવેક્સિનની ઇમરજન્સી યૂઝ લિસ્ટ માટે જરૂરી તમામ દસ્તાવેજો 9 જુલાઇ સુધીમાં WHOને સુપરત કરી દેવાયા છે તેવું ભારત બાયોટેકના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. કૃષ્ણ એલાએ કહ્યું છે. હવે એવી અપેક્ષા છે કે આપણે WHO તરફથી વહેલી તકે EUL પ્રાપ્ત કરીશું.

આપને જણાવી દઇએ કે, કોઇ કંપનીએ આંતરરાષ્ટ્રીય પ્રાપ્તિ જેવી વૈશ્વિક સુવિધાઓમાં રસી સપ્લાય કરવા માટે WHOની પૂર્વ લાયકાત અથવા EUL આવશ્યક છે. WHOએ અત્યારસુધી ઇમરજન્સી યૂઝ માટે ફાઇઝર-બાયોએનટેક, એસ્ટ્રાઝેનેકા-એસકે બાયો, જોન્સન એન્ડ જોન્સ, મોર્ના અને સિનોફાર્મની વેક્સિનને મંજૂરી આપી છે.

મહત્વનું છે કે, કોવેક્સિન એ દેશમાં જ નિર્મિત વેક્સિન છે જેનું નિર્માણ ભારત બાયોટેક કંપની દ્વારા કરવામાં આવ્યું છે. ભારતમાં ચાલી રહેલા વેક્સિનેશન અભિયાનમાં આ રસી કોરોના સામેની લડતમાં અગ્રણી ભૂમિકા નિભાવી રહી છે.

કોવેક્સિન એ ડેલ્ટા વેરિએન્ટ સામે 63.6 ટકા અસરકારક હોવાનું જણાવાયું છે. કોવેક્સિનને કોરોનાના ગંભીર લક્ષમો ધરાવતા દર્દીઓ સામે 93.4 ટકા અસરકારકતા દર્શાવી છે.