Site icon Revoi.in

કોરોનાથી મૃત્યુ થયું છે કે નહીં? તે અંગે કેન્દ્રએ કોર્ટમાં બતાવ્યા નિયમો, તેના પર જ મળશે ડેથ સર્ટિફિકેટ

Social Share

નવી દિલ્હી: સ્વાસ્થ્ય મંત્રાલય અને ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICMR)એ કોવિડ સંબંધિત મૃત્યુના કેસમાં સત્તાવાર દસ્તાવેજ માટે દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ જાણકારી આપી હતી. સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરેલા સોગંદનામામાં કેન્દ્રએ જણાવ્યું કે, ભારતના મહાપંજીયક કાર્યાલયે 3 સપ્ટેમ્બરના રોજ મૃતકોના પરિવારજનોને મૃત્યુના કારણનું ચિકિત્સા પ્રમાણપત્ર પ્રદાન કરવા માટે પરિપત્ર જાહેર કર્યો હતો.

આપને જણાવી દઇએ કે સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, રીપક કંસલ બનામ સંઘ અને અન્ય કેસમાં 30 જૂન, 2021ની તારીખના ચુકાદામાં સન્માનજનક અનુપાલનમાં દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. તે પ્રમાણે તેમાં કોવિડ-19ના એક કેસ ગણવામાં આવશે જે આરટી-પીસીઆર તપાસથી, મોલિક્યુલર તપાસથી, રેપિડ એન્ટિજન તપાસથી કે કોઇ હોસ્પિટલમાં ક્લીનિકલ પરીક્ષણથી સામે આવ્યા હોય.

તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ઝેરનું સેવન કરવાથી મૃત્યુ, આત્મહત્યા, દુર્ઘટનાના કારણે મૃત્ય જેવા કારકોને કોવિડ-19થી મૃત્યુ નહીં માનવામાં આવે, પછી ભલે કોવિડ-19 એક પૂરક કારક હોય.

ICMR અભ્યાસ અનુસાર જો કોઇ વ્યક્તિ સંક્રમિત આવે તેના 25 દિવસની અંદર તેનું મૃત્યુ થાય તો તેવા મૃત્યુ કોવિડ-19ના કારણે થયા હોવાનું માનવામાં આવશે. જો કે સરકારે હવે આ સમય મર્યાદા વધારીને 30 દિવસ કરી દીધી છે. સરકારે કોર્ટમાં આ જાણકારી આપી છે.