Site icon Revoi.in

બાઇક સવારે હવે આ રીતે કરવી પડશે સવારી, જાણો સરકારના નવા નિયમો

Social Share

નવી દિલ્હી: દેશમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતોને ધ્યાનમાં રાખીને તેમાં ઘટાડો લાવવા માટે સરકારે વાહનોની બનાવટ અને તેમાં મળનારી સુવિધાઓમાં કેટલાક ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સેફ્ટીને ધ્યાનમાં રાખીને અનેક નિયમોમાં ફેરફાર કર્યા છે. બીજી તરફ કેટલાક નિયમો પણ લાગુ કરાયા છે. મંત્રાલયની નવી ગાઇડલાઇન બાઇક સવારની કરનારા વાહનચાલકો માટે જાહેર કરાઇ છે. જાણો વાહનચાલકો માટે નવા નિયમો શું રહેશે…

જાણો બાઇક સવાર માટેના નવા નિયમો

મંત્રાલયની નવી ગાઇડલાઇન અનુસાર બાઇકની પાછળની સીટની બંને તરફ હેન્ડ હોલ્ડ જરૂરી છે. હેન્ડ હોલ્ડ પાછળ બેઠેલી સવારીની સલામતી માટે છે. બાઇક ડ્રાઇવર જો અચાનક બ્રેક મારે તો તેવી સ્થિતિમાં હેન્ડ હોલ્ડ ઘણું મદદગાર સાબિત થાય છે. તે ઉપરાંત બાઇકની પાછળ સવાર થનારી વ્યક્તિ માટે બંને તરફ ફુટરેસ્ટ અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. તે ઉપરાંત બાઇકમાં પાછળ બેસનારાના કપડાં પાછળના પૈડામાં ફસાઇ ના જાય તે માટે ડાબા હિસ્સાને સુરક્ષિત કરવામાં આવશે.

તે ઉપરાંત મંત્રાલયે બાઇકામં હળવું કેન્ટેનર લગાવવાના પણ દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. આ કન્ટેનરની લંબાઇ 550 મિમી, પહોળાઇ 510 મિમી અને ઊંચાઇ 500 મિમીથી વધુ ના હોવી જોઇએ. જો કન્ટેનરને પાછળની સવારીના સ્થાને લગાવવામાં આવશે તો માત્ર ડ્રાઇવરની જ મંજૂરી હશે. અર્થાત્ બીજી સવારી બાઇક પર બેસી નહીં શકે. જો પાછળની સવારીની પાછળ લગાવવાની સ્થિતિમાં બીજા વ્યક્તિને બાઇક પર બેસવાની મંજૂરી હશે.

સરકારે ગાઇડલાઇનમાં નવા ટાયરને લઇને પણ કેટલાક નિર્દેશો જાહેર કર્યા છે. તે મુજબ મહત્તમ 3.5 ટન વજન સુધીના વાહનો માટે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમની ભલામણ કરવામાં આવી છે. આ સિસ્ટમમાં સેન્સરના માધ્યમથી ડ્રાઇવરને જાણકારી મળી જાય છે કે ગાડીના ટાયરમાં હવાની સ્થિતિ શું છે. તેની સાથે જ મંત્રાલયે ટાયરની રિપેરિંગ કિટની પણ ભલામણ કરી છે. તે લાગુ થયા બાદ ગાડીમાં એકસ્ટ્રા ટાયરની જરુર નહીં રહે.

(સંકેત)