Site icon Revoi.in

શાંતિ ભંગ કરવા બદલ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત 11ની ધરપકડ

Social Share

નવી દિલ્હી: કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની મુશ્કેલી વધી છે. શાંતિ ભંગ કરવાના આરોપમાં ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી, રાજ્યસભા સાંસદ દીપેન્દ્ર હુડ્ડા અને યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય કુમાર સહિત 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સીતાપુર પોલીસ સ્ટેશનમાં બધા સામે એફઆઇઆર દાખલ કરાઇ છે.

સીતાપુર ગેસ્ટ હાઉસની બહાર જ્યાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ભારે વિરોધ કરી રહ્યા છે ત્યાં જ ગેસ્ટ હાઉસમાં જ ગાંધીની ધરપકડ કરી લેવામાં આવી છે. પહેલા સમાચાર હતા કે પ્રિયંકા ગાંધીને હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા છે પરંતુ હવે સામે આવ્યું છે ગેસ્ટ હાઉસને જ અસ્થાયી જેલ બનાવી દેવામાં આવી છે અને તેમને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે.

મહત્વનું છે કે, લીખમપુર ખીરીમાં ખેડૂત પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં ચાર ખેડૂત સહિત 8 લોકોનાં મોત બાદ પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસ નેતાઓ ત્યાં જવા માટે નીકળી પડ્યા હતા જે બાદ બધાને રોકવામાં પણ આવ્યા હતા. પ્રિયંકા ગાંધી જ નહીં, અખિલેશ યાદવ અને બસપા નેતાઓ સહિત દરેક પાર્ટીના નેતાઓને લખમીપુર જતા રોકવામાં આવ્યા હતા. તમામની અટકાયત કરવામાં આવી હતી.