- યુપીમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનો માસ્ટરસ્ટ્રોક
- યુપીની આગામી ચૂંટણીમાં 40 ટકા મહિલાઓને ટિકિટ આપશે
- મહિલાઓને તેમના સામર્થ્યને આધારે ટિકિટની ફાળવણી કરવામાં આવશે
નવી દિલ્હી: યુપીમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે માસ્ટરસ્ટ્રોક રમ્યો છે. કોંગ્રેસે જાહેરાત કરી છે કે, યુપીમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી 40 ટકા ટિકિટ મહિલાઓને આપશે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું હતું કે, આજે સત્તામાં જે નફરત જોવા મળી રહી છે તેને મહિલાઓ બદલી શકે છે. મહિલાઓની ભાગીદારીથી જ દેશને સમતાની રાજનીતિ તરફ આગળ લઇ જવામાં મદદ મળશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જો યુપીના રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધશે તો રાષ્ટ્રીય સ્તરે પણ તેમાં વધારો થશે. હું હાલ યુપીની ઇન્ચાર્જ છું. જે મહિલાઓ છે તે એકજૂટ થઇને એક ફોર્સ બનતી નથી. તેમને પણ જાતિઓમાં વહેંચવામાં આવી રહ્યાં છે. મહિલાઓને જાતિ અને પ્રદેશથી પણ ઉપર થઇને એકજૂટ થઇને લડવાનું છે.
देश एवं उत्तरप्रदेश की महिलाओं को समर्पित मेरी प्रेस वार्ता।
एक नई शुरुआत…#लड़की_हूँ_लड़_सकती_हूँhttps://t.co/gj5PPOCYik
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 19, 2021
મહિલાઓની ભાગીદારી પર કહ્યું કે, જો તેમનું ચાલત તો 50 ટકા ટિકિટ આપત. આ એક પ્રક્રિયાની શરૂઆત છે. મને કોઇ ખોટું લાગતું નથી. અમને ઉમેદવાર પણ મળશે અને તેઓ ચૂંટણી પણ લડશે.
મહિલાઓને તેમના સામર્થ્યને આધારે ટિકિટની ફાળવણી કરવામાં આવશે. જે પણ ચૂંટણી લડવા ઇચ્છુક છે તે મને આવીને મળે.
પોતે ચૂંટણીમાં ઉમેદવાર તરીકે લડશે કે કેમ તે અંગે તેઓએ કોઇ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. તેમણે કહ્યું કે, મે કોઇ નિર્ણય લીધો નથી, તેના પર હજુ નિર્ણય લેવાયો નથી. યુપીમાં 40 ટકા મહિલાઓને ટિકિટનો નિર્ણય મહિલા સશક્તિકરણ માટે છે. આ અવસરે કોંગ્રેસે ‘લડકી હું લડ સકતી હું’નો નારો આપ્યો હતો.