Site icon Revoi.in

બાળકો માટે સપ્ટેમ્બરમાં કોરોના વેક્સિન આવવાની શક્યતા

Social Share

નવી દિલ્હી: બાળકો માટેની કોરોના વેક્સિનને લઇને ખુશખબર છે. બાળકો માટે આગામી મહિને કોરોના વેક્સિન ઉપલબ્ધ થઇ શકે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજીના ડાયરેક્ટર ડૉ. પ્રિયા અબ્રાહમે જણાવ્યું કે, બાળકો માટે કોરોના વેક્સિન આ વર્ષે સપ્ટેમ્બર કે ઑક્ટોબરમાં ઉપલબ્ધ થઇ શકે છે. હાલ 2-18 વર્ષના બાળકો માટે કોવેક્સિનના બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે. તેમણે કહ્યું કે, આશા છે કે જલ્દી પરિણામ આવશે.

કોવેક્સિન ઉપરાંત ઝાયડસ કેડિલાની બાળકો માટેની વેક્સિનની પણ ટ્રાયલ ચાલી રહી છે. ડૉ. પ્રિયા અબ્રાહમે કહ્યું કે, ઝાયડસ કેડિલાની વેક્સિનની ઉપયોગ માટે ઉપલબ્ધ પ્રથમ ડીએનએ આધારિત વેક્સિન હશે. તે ઉપરાંત જેનોવો બાયોફાર્માસ્યૂટિકલ લિમિટેડને M-RNA, બાયોલોજીકલ ઇ-વેક્સિન, સીરમની નોવાવેક્સ અને ભારત બાયોટેકની નેઝલ વેક્સિન પણ તૈયાર થઇ રહી છે.

ડેલ્ટા પ્લસ વેરિએન્ટ પર કોરોના વેક્સિન કેટલી પ્રભાવિત છે તે વિશે વાત કરતા ડો. અબ્રાહમે કહ્યું- ડેલ્ટા વેરિએન્ટની તુલનામાં ડેલ્ટા પ્લસના ફેલાવાની સંભાવના ઓછી છે. ડેલ્ટા વેરિએન્ટ 130થી વધુ દેશોમાં છે. NIV માં અમે વેક્સીનેટેડ લોકોમાં બનેલી એન્ટીબોડી પર અભ્યાસ કર્યો અને આ વેરિએન્ટ વિરુદ્ધ તપાસ કરી.