Site icon Revoi.in

મોટા સમાચાર: હવે ગુજરાતના અંકલેશ્વરમાં થશે વેક્સિનનું ઉત્પાદન, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી

Social Share

નવી દિલ્હી: કોરોના સામે લડવા માટેનું અસરકારક હથિયાર એવા કોરોના વેક્સિનને લઇને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ મોટી જાહેરાત કરી છે. કોરોના વેક્સિન કોવેક્સિનના ઉત્પાદનને લઇને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જાહેરાત કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વીટ મારફતે જાહેરાત કરી છે કે, ગુજરાતના અંકલેશ્વરમાં કોવેક્સિનનું ઉત્પાદન કરવામાં આવશે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વેક્સિનના ઉત્પાદનની જાણકારી ટ્વિટ મારફતે આપી હતી. તેઓએ કહ્યું હતું કે, ભારત સરકારે અંકલેશ્વરમાં ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સિનના અંકલેશ્વરમાં ઉત્પાદન અને મેન્યુફેક્ચરિંગ માટે મંજૂરી આપી દીધી છે.

આ સાથે જ તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીના વિઝન “સૌને રસી- મફત રસી” ની દિશામાં આ નિર્ણયથી રસીની ઉપલબ્ધતામાં વધારો થશે અને વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનને વેગ આપશે.