Site icon Revoi.in

મધ્યપ્રદેશની સાંચી યુનિવર્સિટીના કુલપતિ તરીકે ભવન્સ કોલેજ, અમદાવાદના ડૉ.નીરજા ગુપ્તાની નિમણૂંક

Social Share

અમદાવાદ: મધ્યપ્રદેશના સાંચીમાં સ્થિત સાંચી યુનિવર્સિટી ઑફ બુદ્વિસ્ટ- ઇન્ડિક સ્ટડીઝના કુલપતિ તરીકે ડૉ. નીરજા ગુપ્તાની નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાત માટે અહીંયા ગૌરવપૂર્ણ બાબત એ છે કે ડૉ. નીરજા ગુપ્તા એ ગુજરાતના અમદાવાદમાં સ્થિત ભારતીય વિદ્યા ભવન્સ કોલેજ ઑફ કોમર્સ એન્ડ આર્ટ્સના પ્રોફેસર અને આચાર્ય છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, યુનિવર્સિટીની સાધારણ પરિષદ દ્વારા અનુશંસિત પેનલમાંથી યુનિવર્સિટીના કુલાધ્યક્ષ અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સાંચી યુનિવર્સિટી ઑફ બુદ્વિસ્ટ-ઇન્ડિક સ્ટડીઝના કુલપતિ તરીકે ભારતીય વિદ્યા ભવન, શેઠ આર.એ. કોલેજ ઑફ આર્ટ્સ એન્ડ કોમર્સના પ્રોફેસર તેમજ આચાર્ય એવા ડૉ. નીરજા ગુપ્તાની નિયુક્તિ કરી છે. રાજ્યપાલ કાર્યાલય દ્વારા જારી કરાયેલા આદેશમાં નિમણૂક અંગેની માહિતી આપવામાં આવી છે.

ભારતીય વિદ્યા ભવન, શેઠ આર.એ. કોલેજ ઑફ આર્ટ્સ એન્ડ કોમર્સના પ્રોફેસર તેમજ આચાર્ય એવા ડૉ. નીરજા ગુપ્તા સાંચી યુનિવર્સિટી ઑફ બુદ્વિસ્ટ- ઇન્ડિક સ્ટડીઝના કુલપતિ તરીકે 4 વર્ષ સુધી ફરજ બજાવશે અથવા 70 વર્ષની ઉંમર, એ બેમાંથી જે પહેલા, એ રીતે કાર્યકાળ નિભાવશે.

(સંકેત)

Exit mobile version