Site icon Revoi.in

બાળકોમાં કોરોનાના આ નવા લક્ષણો જોવા મળ્યા, તંત્ર એલર્ટ

Social Share

નવી દિલ્હી: કોરોના વાઇરસની અસર હવે બાળકોમાં પણ જોવા મળી રહી છે. સારવાર વખતે અનેક બાળકોમાં  વાઇરસના લક્ષણો જોવા મળ્યા છે. જો કે બાળકોમાં આ બિમારી અતિ ગંભીર સ્થિતિ પેદા નથી કરી રહી પરંતુ તેની વધુ માઠી અસર વૃદ્વોમાં જોવા મળી રહી છે. જેને પગલે તંત્ર સતર્ક થઇ ગયું છે. બાળકોમાં જે લક્ષણો જોવા મળી રહ્યા છે તેમાં તાવ આવવો, નાકમાં પ્રવાહી વહેવું, થાક લાગવો, સૂંઘવાની શક્તિ જતી રહેવી, ગળામાં તકલીફ, શ્વાસ લેવામાં તકલીફ વગેરે છે.

સામાન્ય રીતે પુખ્ત વયના લોકોમાં આ લક્ષણો જોવા મળતા હતા જે હવે બાળકોમાં પણ આવી ગયા છે. બાળકોમાં આ ઉપરાંત નવા લક્ષણો પણ જોવા મળી રહ્યા છે જેમાં મલ્ટીસિસ્ટમ ઇન્ફ્લામેટરી સિંડ્રોમ વિક્સીત થઇ રહ્યું છે.

નવા લક્ષણોમાં ગ્રંથીઓમાં સોજો આવવો, હોઠ ફાટી જવા અને સુકાઇ જવા, હાથ અને પગની આંગળીઓ લાલ થઇ જવી, આંખો લાલ થઇ જવી વગેરેનો સમાવેશ થાય છે. કોરોના પીડિત 35 બાળકોની વિસ્તૃત મેડિકલ તપાસ બાદ સામે આવ્યું છે કે જે નવા લક્ષણો સામે આવ્યા છે તે મ્યૂકોક્યૂટિન પણ હોઇ શકે છે. જેમાં બાળકોની જીભ સ્ટ્રોબેરી જેવા રંગની થઇ જાય છે અને જીભ સોજી જાય છે.

(સંકેત)