Site icon Revoi.in

આ રાજ્યોએ ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમો હળવા કર્યા, જાણો વિગત

Social Share

નવી દિલ્હી: નવો મોટર વ્હિકલ એક્ટ લાગુ થયા બાદ ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવવા પર મોટો દંડ થઇ શકે છે. જો આ વચ્ચે તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ગૂમ થઇ ગયું છે અથવા નથી તો તમારે ફટાફટ તે બનાવી લેવું જોઇએ. દેશના અનેક રાજ્યો જેવા કે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ, દિલ્હી-NCRમાં ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાના નિયમો હળવા કરવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોમાં કેટલો ફેરફાર કરાયો છે.

આ રાજ્યોમાં તમે ડ્રાઇવિંગ લાઇસન્સ ઓનલાઇન કે ઓફલાઇન રીતે બનાવી શકો છો. જો તમે ઓફલાઇન ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માંગો છો તો તમારે શહેરમાં આવેલી RTOમાં ઓફિસમાં જવું પડશે. ઓનલાઇન ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે તમારે રાજ્ય પરિવહન વિભાગ અથવા કેન્દ્ર પરિવહન મંત્રાલયની વેબસાઇટ પર જઇને ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરવાની રહેશે.

તમામ રાજ્યોમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઑનલાઇન ટેસ્ટ ફરજિયાત કરી દેવામાં આવી છે. આ ટેસ્ટમાં તમને 10 પ્રશ્ન પૂછવામાં આવશે. જેનો જવાબ તમારે 10 મિનિટમાં આપવાનો રહેશે. જો તમે 10માંથી 6 પ્રશ્નનનો જવાબ યોગ્ય રીતે આપો છો તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ બની જશે.

ડ્રાઇવિંગ લાઇસન્સીની નવી પ્રક્રિયા પ્રમાણે ઑનલાઇન ટેસ્ટ માટે સ્લૉટ બુક હોય છે. આ માટે તમારે ઑનલાઇન ફી જમા કરાવવાની રહેશે. તો તમારે અનુકૂળતા પ્રમાણે ઑનલાઇન ટેસ્ટ માટે સમય પસંદ કરી શકો છો.

(સંકેત)