Site icon Revoi.in

પૂણેમાં બનશે ઇકો-ફ્રેન્ડલી સ્કૂલ, છત પર હશે સાઇક્લિંગ ટ્રેક, ચોતરફ વૃક્ષો હશે

Social Share

પૂણે: પૂણેમાં છેલ્લા દસ વર્ષ દરમિયાન વસ્તીમાં વધારો થયો છે અને વસ્તીમાં વધારાને કારણે ત્યાં વાયુ પ્રદૂષણ પણ ઝડપી ગતિએ વધી રહ્યું છે. વાયુ પ્રદૂષણના વધતા સ્તરને જોતા અને આ સમસ્યાને દૂર કરવા માટે એક આર્કિટેક્ચર ફર્મે નવી પહેલ આદરી છે. ન્યૂડ્સ નામની એક ફર્મ એક અનોખી સ્કૂલનું નિર્માણ કરવા જઇ રહી છે. આ સ્કૂલમાં ચોતરફ વૃક્ષો જ વૃક્ષો હશે અને તે ઇકો ફ્રેન્ડલી હશે.

આ સ્કૂલને વર્ટિકલ આકાર અપાશે જેમાં આકાર પ્રમાણે વૃક્ષો લાગેલા હશે. સ્કૂલની ઉપરની તરફ સાઇકલિંગનો રસ્તો બનેલો હશે. એટલે કે બાળકો છત પર સાઇકલ પણ ચલાવી શકશે. ન્યૂડ્સે આ માટે એક સ્પર્ધા જીતી જેમાં સ્કૂલ ઇકો ફ્રેન્ડલી અને સુરક્ષિત હોવાનું સાબિત કર્યું હતું.

સ્કૂલને જોવામાં આવે તો તેમાં દરેક ફ્લોર બેલનાકાર આકૃતિમાં હશે જે ઉપર તરફથી વધતો જશે. આ ફ્લોર્સને ગ્રીન નામ આપવામાં આવી રહ્યું છે. આ બધા એકબીજાથી અલગ હશે અને કોઇના કોઇ વાત સ્ટૂડન્ટ્સને શીખવાડશે. બેલનાકાર તરીકેથી આ ફ્લોરને મેન્ટેઇન કરવા માટે પણ સર્વિસ ટ્રેક હશે જેથી વૃક્ષોની પૂરી રીતે દેખભાળ થઇ શકે.

સ્કૂલના બેઝમેન્ટમાં એક ટેનિસ કોર્ટ પણ રહેશે. જ્યાં વિદ્યાર્થીઓ રમી શકશે. અહીંયા ખાસિયત એ રહેશે કે સ્કૂલના કેટલાક ભાગનું નામ વિદ્યાર્થીઓના નામ પર હશે. એટલે કે કેટલાક વૃક્ષોની દેખભાળ બાળોકને વિશેષજ્ઞોની દેખરેખમાં કરવી પડશે. આ વૃક્ષો ગ્રાઉન્ડમાં લગાવાશે અને પછી તેને ઉપર શિફ્ટ કરાશે.

આ સ્કૂલ પોતાના નામ પ્રમાણે ફોરેસ્ટની જેમ હશે જે બાળકોને પર્યાવરણ વિશે શીખવાડી શકે. સાથે તેનાથી બાળકો તેમની સાથે જોડાયેલ મુદ્દા જેવા કે ક્લાઇમેન્ટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ વિશે પણ જાણશે.

Exit mobile version