Site icon Revoi.in

ભાગેડુ નિત્યાનંદે હવે અલગ દેશ ‘કૈલાસા” માટે વિઝા આપવાનું શરૂ કર્યું

Social Share

નવી દિલ્હી: દુષ્કર્મ કેસનો આરોપી અને વિવાદાસ્પદ સંત નિત્યાંનદ દેશ છોડીને ભાગી ગયો છે. ગત વર્ષે નવેમ્બર મહિનામાં તેણે પોતાના અલગ દેશ કૈલાસાની સ્થાપનાની જાહેરાત કરી હતી. હવે આ પાખંડીએ આ દેશમાં આવવા માટે વિઝા આપવાનું પણ શરૂ કર્યું છે અને જાહેર કર્યું છે કે, કૈલાસા માટેની ફ્લાઇટ ઓસ્ટ્રેલિયાથી મળશે.

જો કે હજુ સુધી કોઇને આ કૈલાસાનું લોકેશન ખબર નથી પડી. એવું મનાય છે કે આ ટાપુ રુપી કથિત દેશ ઓસ્ટ્રેલિયાની આસપાસ હોઇ શકે છે. દુષ્કર્મ કેસનો સામનો કરી રહેલો નિત્યાંનદ દેશ છોડીને ભાગી ગયો હતો અને ગત વર્ષે નવેમ્બર માસમાં અચાનક જ તેણે જાહેરાત કરી હતી કે, મે નવો દેશ કૈલાસા સ્થાપ્યો છે. જેનું અલગ ચલણી નાણું પણ જાહેર કર્યું છે અને પાસપોર્ટ પણ બહાર પાડ્યો છે.

આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે તેણે તાજેતરમાં ઓસ્ટ્રેલિયાથી કૈલાસા માટેની ચાર્ટર્ડ પ્લેન સેવા શરૂ કરી હતી. અહીંયા તે ત્રણ દિવસ જ રહેવા માટે પરવાનગી આપી છે. નિત્યાનંદે એવો પણ દાવો કર્યો છે કે, કૈલાસાને માન્યતા આપવા માટે યુનાઇટેડ નેશન્સ કાર્યવાહી કરી રહ્યું છે.

મહત્વનું છે કે, નિત્યાનંદ સામે અમદાવાદમાં તેના આશ્રમ માટે બાળકોનું અપહરણ કરીને તેમને ગોંધી રાખવાનો તેમજ અનુયાયીઓ પાસે દાન માંગવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.

(સંકેત)