Site icon Revoi.in

સરકારે વેબ સિરીઝ તાંડવ પર એમેઝોન પ્રાઇમ પાસે માંગી સ્પષ્ટતા, જવાબ રજૂ કરવા કહ્યું

Social Share

નવી દિલ્હી: એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થયેલી સીરિઝ તાંડવને લઇને વિવાદ શરૂ થયો છે. અનેક સંગઠનો તેમજ ભાજપના નેતાઓ તેના પર પ્રતિબંધ મુકવા માટે માંગ કરી રહ્યા છે. આ વચ્ચે હવે માહિતી પ્રસારણ મંત્રાલયે તાંડવ વેબ સિરીઝ અંગે એમેઝોન પાસેથી સ્પષ્ટતા માંગી છે. મંત્રાલયે એમેઝોન પ્રાઇમને તાંડવના કન્ટેન્ટ અંગે જવાબ આપવા કહ્યું છે.

શું છે સમગ્ર મામલો

શુક્રવારે એમેઝોન પ્રાઇમ પર સૈફ અલી ખાન-ડિમ્પલ કાપડિયા અને અલી ઝીશાન આયુબ સ્ટારર વેબ સીરિઝ તાંડવ રિલીઝ થઇ છે. આ સિરીઝમાં કેટલાક સીન રિલીઝ થયા બાદ ઘણા લોકોં વાંધા નોંધાવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં એક વિભાગે તાંડ સામે માહોલ બનાવવાનું શરૂ કર્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સિરીઝમાં ઝીશાન આયુબે દેવી-દેવતાઓનું અપમાન કર્યું છે. આ જ કારણોસર #BoycottTandav ટ્રેન્ડ કરાવવામાં આવ્યું છે.

આ અંગે ભાજપ સાંસદ મનોજ કોટકે કહ્યું છે કે, આ સિરીઝ દ્વારા હિંદુઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. આ સિરીઝના મેકર્સ તેમજ એક્ટર્સ સામે કેસ નોંધવામાં આવે. તેમણે આ મામલે માહિતી પ્રસારણ મંત્રી પ્રકાર જાવડેકરને પણ પત્ર લખ્યો હતો. જેમાં સિરીઝ પર એક્શન લેવાની માગ કરવામાં આવી છે.

આ પહેલા મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્ય રામ કદમે સૈફ અલી ખાન પર નિશાન સાધતા કહ્યું હતું કે તે ફરી એકવાર વેબ સીરીઝનો ભાગ બન્યા છે જેમાં હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી છે. આ અંગે તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

તમને જણાવી દઈએ કે, સિરીઝમાં સૌથી વધુ ઝીશાન આયુબનો વીડિયો શેર કરીને ‘તાંડવ’નો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં આયુબ ભગવાન શિવ બનીને અભિનય કરી રહ્યો છે. તે વીડિયોમાં ઝીશાન કેમ્પસના વિદ્યાર્થીઓની આઝાદીની વાત કરી રહ્યો છે. તે કહી રહ્યો છે કે આ વિદ્યાર્થીઓને દેશમાં રહીને સ્વતંત્રતા જોઈએ છે, દેશમાંથી સ્વતંત્રતા નથી જોઈતી. ‘તાંડવ’ના આ દ્રશ્યને લઈને લોકોએ સોશિયલ મીડિયા પર જોરદાર વાંધો ઉઠાવ્યો છે.

મહત્વનું છે કે, પોલિટિકલ ડ્રામા પર આધારિત તાંડવમાં મુખ્ય ભૂમિકામાં ઘણા મોટા કલાકારો છે જેમાં સૈફ અલી ખાન, ઝિશાન આયુબ, ડિમ્પલ કાપડિયા, ડિનો મોરિયા, તિગ્માંશુ ધુલિયા, સુનિલ ગ્રોર તેમજ ગૌહર ખાન છે.

(સંકેત)