Site icon Revoi.in

ભારત બાયોટેકે સરકારને કોવેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલનો ડેટા સોંપ્યો, સમિતિ કરશે સમીક્ષા

Social Share

નવી દિલ્હી: કોવેક્સિનએ ત્રણ રસીઓમાંથી એક છે. જેનો ઉપયોગ દેશમાં કોવિડ રોગચાળા સામે દેશવ્યાપી અભિયાનમાં કરવામાં આવી રહ્યો છે.

કોવેક્સિન ડોઝ લેનારા માટે એક સારા સમાચાર છે. કોવેક્સિન ડોઝ લેનારા માટે હવે વિદેશ જવાનો માર્ગ મોકળો બની શકે છે કારણ કે, આવતીકાલે એટલે કે બુધવારે WHOની મીટિંગમાં કોવેક્સિન વિશે ચર્ચા થવાની છે. આવતીકાલે WHOની બેઠકમાં, કોવેક્સિનના ત્રીજા તબક્કાના ટ્રાયલમાંથી ભારત બાયોટેકના ડેટાની સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં, કટોકટીના ઉપયોગ માટે કોવેક્સિનને WHOની સૂચિમાં સામેલ કરવાનો નિર્ણય લઇ શકાય છે.

DCGIની સબજેક્ટ એક્સપર્ટ કમિટી કોવેક્સિનના ત્રીજા ક્લિનિકલ ટ્રાયલના ડેટાની સમીક્ષા કરશે. ભારત બાયોટેકે વેક્સિન ટ્રાયલના ત્રીજા તબક્કાના ડેટા ભારતના ડ્રગ કંટ્રોલર જનરલને સુપરત કર્યા છે. જેના માટે આજે બેઠક મળવાની છે.

દેશમાં અત્યારે જે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે, તેમાં ભારતની એકમાત્ર સ્વદેશી રસી કોવેક્સિન છે. તેને DCGI દ્વારા જાન્યુઆરીમાં સીરમ સંસ્થાના કોવિશિલ્ડ સાથે મંજૂરી આપવામાં આવી હતી.

નોંધનીય છે કે, ભારત બાયોટેકે એપ્રિલમાં અહેવાલ આપ્યો હતો કે કોવેક્સિન સામાન્ય કોરોના દર્દીઓ પર 78 ટકા સુધી અસરકારક છે.