Site icon Revoi.in

હવે વેક્સીનને બદલે કેપ્સૂલથી કોરોનાને મ્હાત અપાશે

Social Share

નવી દિલ્હી: કોરોના વાયરસને નાથવા માટે અત્યારસુધી અનેક વેક્સીન આવી ચૂકી છે. મોટા ભાગના દેશોમાં હાલમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ હવે વેક્સીનના બદલે કેપ્સૂલથી જ કોરોનાને મ્હાત આપી શકાશે. વિશ્વભરની અનેક ફાર્મા કંપનીઓએ વેક્સીનનું નિર્માણ કર્યું છે ત્યારે બીજી તરફ ભારતની ફાર્મા કંપની પ્રેમાસ બાયોટેકે હવે કોરોનાના ઇલાજ માટે કેપ્સૂલ વેક્સીનનું નિર્માણ કર્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભારતીય દવા કંપની પ્રેમાસ બાયોટેક અમેરિકી દવા નિર્માતા ઓરામેડ ફાર્મા સાથે સંયુક્તપણે કેપ્સૂલ વૈકસીનનું નિર્માણ કરી રહી છે. બંને કંપનીઓએ સંયુક્તપણે એક નિવેદન મારફતે આ ઓરલ વેક્સીન બનાવવાની જાહેરાત કરી હતી. ઓરલ વેક્સીનના નિર્માણની સાથોસાથ કંપનીએ દાવો કર્યો છે કે માત્ર એક ડોઝમાં કોરોનાથી રાહત મળશે.

કંપનીએ કેપ્સૂલનું નામ ઓવરવેક્સ રાખ્યું છે અને દાવો છે કે પ્રાણીઓ પર કરાયેલા પરીક્ષણમાં આ કેપ્સૂલ વેક્સીન ખૂબ જ અસરકારક સાબિત થઇ છે. કંપની અનુસાર કેપ્સૂલ આપ્યા પછી ટ્રીલાઇઝિંગ એન્ટિબોડીઝ તેમજ ઇમ્યૂન રિસપોન્સ બન્ને સારી રીતે કામ કરે છે.

નોંધનીય છે કે પ્રેમાસ બાયોટેક એક ભારતીય કંપની છે અને પ્રબુદ્વ કુંડુ તેન મેનેજીંગ ડાયરેક્ટર છે. કંપનીની આ કેપ્સૂલ વેક્ન વીએલપી નિયમ પર આધારિત છે. કંપનીએ આ તકનિકને તેના ડી-ક્રીપ્ટ પ્લેટફોર્મ પર બનાવી છે. જણાવી દઇએ કે ભારત બાયોટેક પણ વિસ્કોન્સિન યુનિવર્સિટી સાથે મળીને નોજલ વેક્સીન તૈયાર કરી રહ્યું છે.

(સંકેત)