Site icon Revoi.in

ભારત બંધને કારણે ભારતીય રેલવેએ આ ટ્રેનો કરી રદ, જુઓ યાદી

Social Share

નવી દિલ્હી: કેન્દ્રના નવા કૃષિ કાયદાઓની વિરુદ્વ ખેડૂતોનું આંદોલન વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે. ખેડૂતોએ આજે 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે. આ આંદોલનમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોના ખેડૂતો સામેલ થયા છે. ખેડૂતોના વિરોધ પ્રદર્શનને જોતા ભારતીય રેલવેએ કેટલીક ટ્રેનોને રદ કરી દીધી છે તો કેટલાકના રૂટ ડાઇવર્ટ કરી દીધા છે. કેટલીક ટ્રેનોને આંશિક રીતે રદ પણ કરી દેવામાં આવી છે.

આંશિક રીતે રદ રહેનારી ટ્રેનોની યાદી

નાંદેડ-અમૃતસર એક્સપ્રેસ (02715) સ્પેશલ ટ્રેન 8 ડિસેમ્બરે નવી દિલ્હીમાં જ ટર્મિનેટ થઈ જશે.
10 ડિસેમ્બરે અમૃતસર-નાંદેડ એક્સપ્રેસ (02716) નવી દિલ્હીથી જ શરૂ થશે.
બાંદ્રા ટર્મિનસ-અમૃતસર એક્સપ્રેસ (02925) સ્પેશલ ટ્રેન 8 ડિસેમ્બરે ચંદીગઢમાં જ ટર્મિનેટ થઈ જશે.
અમૃતસર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ (02926) સ્પેશલ ટ્રેન 10 ડિસેમ્બરે ચંદીગઢથી જ શરુ થશે.
જયનગર-અમૃતસર એક્સપ્રેસ (04651) સ્પેશલ ટ્રેન 8 ડિસેમ્બરે અંબાલાથી ટર્મિનેટ થઈ જશે.
અમૃતસર-જયનગર એક્સપ્રેસ (04652) સ્પેશલ ટ્રેન 9 ડિસેમ્બરે અંબાલાથી જ શરૂ થશે.
કોલકાતા-અમૃતસર એક્સપ્રેસ (02357) સ્પેશલ ટ્રેન 8 ડિસેમ્બરે અંબાલામાં જ ટર્મિનેટ થઈ જશે.
અમૃતસર-કોલકાતા એક્સપ્રેસ (02358) સ્પેશલ ટ્રેન 10 ડિસેમ્બરે અંબાલાથી જ શરૂ થશે.
કોરબા-અમૃતસર એક્સપ્રેસ (08237) સ્પેશલ ટ્રેન 8 ડિસેમ્બરે અંબાલામાં જ ટર્મિનટ થઈ જશે.
અમૃતસર-કોરબા એક્સપ્રેસ (08238) સ્પેશલ ટ્રેન 10 ડિસેમ્બરે અંબાલાથી જ શરૂ થશે.
ડિબ્રૂગઢ-અમૃતસર એક્સપ્રેસ (05933) સ્પેશલ ટ્રેન 8 ડિસેમ્બરે અંબાલામાં જ ટર્મિનેટ થઈ જશે.
અમૃતસર-ડિબ્રૂગઢ એક્સપ્રેસ (05934) સ્પેશલ ટ્રેન 11 ડિસેમ્બરે અંબાલાથી જ શરૂ થશે.

રેલવેએ જે ટ્રેનોને આશિંક રીતે રદ કરી છે તેમાં અડધા રસ્તામાં જ ટર્મિનેટ થઇ જાય છે. ત્યારબાદ કોઇ સ્થળેથી ફરી શરૂ થાય છે. રેલવેએ અજમેરથી અમૃતસર જતી ટ્રેન નંબર 09613 સ્પેશ્યલ એક્સપ્રેસ ટ્રેન રદ કરી છે. અમૃતસરથી અજમેર પરત ફરનારી ટ્રેન નંબર 09612 સ્પેશ્યલ એક્સપ્રેસ ટ્રેન 9 ડિસેમ્બરે રદ રહેશે. ડિબ્રૂગઢથી અમૃતસર જનારી ટ્રેન નંબર 05211 સ્પેશ્યલ એક્સપ્રેસ ટ્રેન 8 ડિસેમ્બરે અને ડિબ્રૂગઢથી પરત ફરનારી ટ્રેન નંબર 05212 સ્પેશ્યલ એક્સપ્રેસ ટ્રેન 10 ડિસેમ્બરે રદ રહેશે. અમૃતસર-જયનગર એક્સપ્રેસ ટ્રેન 8 ડિસેમ્બરે ડાઇવર્ટ કરી દેવામાં આવી છે.

(સંકેત)