1. Home
  2. Tag "trains"

હોળી-ધૂળેટીના તહેવારોને લીધે સુરતથી યુપી, બિહાર જતી ટ્રેનોમાં જબરો ટ્રાફિક,વધારાના કોચ જોડવા માગ

સુરતઃ શહેરમાં અનેક ઉદ્યોગ-ધંધામાં પરપ્રાંતના લોકો જોડાયેલા છે. અને ખાસ કરીને રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારના સુરતમાં વસવાટ કરતા લોકો હોળી-ધૂળેટીના તહેવારોમાં પોતાના માદરે વતન જતાં હોય છે. ત્યારે છેલ્લા સપ્તાહથી ઉત્તર પ્રદેશ અને બિહાર જતી તમામ ટ્રેનોમાં નો-વેકન્સી જેવી સ્થિતિ છે. તમામ ટ્રેનો હાઉસફુલ દોડી રહી છે. ત્યારે હવે હોળીના તહેવારને એક દિવસ બાકી […]

ભારતીય રેલવેઃ ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યામાં થયો વધારો, આવક નોધપાત્ર વધી

નવી દિલ્હીઃ ભારતમાં રેલવેમાં પ્રવાસીઓને સુરક્ષા મળી રહે તે માટે ભારતીય રેલવે દ્વારા આધુનિક સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમજ સેમીહાઈસ્પીડ વંદેભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે. આ ઉપરાંત અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગીરી ઝડપથી ચાલી રહી છે. બીજી તરફ ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. ગયા વર્ષની સરખામણીએ રેલવીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. […]

ટ્રેનોમાં પેસેન્જરોના લગેજની ચોરી કરતી ટોળકીને પકડવા હવે પોલીસ મુસાફરના સ્વાંગમાં વોચ રાખશે

અમદાવાદઃ રેલવે પોલીસે ટ્રેનોમાં મુસાફરી કરતાં લોકોની સુરક્ષા અંગે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. છેલ્લા ઘણા સમયથી ટ્રેનમાં મુસાફરી દરમિયાન લોકોના સરસામાનની ચોરીની ઘટનાઓ સતત વધી છે. છેલ્લા બે વર્ષમાં તો ટ્રેનની મુસાફરી દરમિયાન જુદાં જુદાં પ્રકારની ચોરીની ઘટનાઓ લગભગ ડબલ થઈ ગઈ છે. જેને પગલે વેસ્ટર્ન રેલવે પોલીસે ચોરીની ઘટનાઓને રોકવા અને ગુનેગારોને પકડવા એક્શન […]

ટ્રેનના માલવાહન ડબ્બા એલ્યુમિનિયમના બનાવાયાં, આગામી દિવસોમાં આવા એક લાખ વેગન સામેલ કરાશે

નવી દિલ્હીઃ દેશમાં પહેલીવાર ગુડ્સ ટ્રેનના કોચ એલ્યુમિનિયમના બનાવાયા છે, જેને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભુવનેશ્વર રેલવે સ્ટેશનથી લીલી ઝંડી આપી હતી. આ રેક પહેલા કરતા હળવા છે તેમ છતા વધુ માલવાહક ક્ષમતા ધરાવે છે. RDSO, BSCO અને Hindalcoની મદદથી આ રૈક તૈયાર કરવામાં આવ્યા છે. આ રૈક મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ બનાવવામાં આવ્યા […]

ભારતીય રેલવેઃ નવી ટેકનોલોજીની મદદથી ટ્રેનોને ટ્રેક કરી શકાશે

નવી દિલ્હીઃ રીયલ ટાઈમ ટ્રેન ઈન્ફોર્મેશન સિસ્ટમ (RTIS), ઈસરોના સહયોગથી વિકસાવવામાં આવી છે, જે સ્ટેશનો પર ટ્રેનની મુવમેન્ટના સમયને સ્વચાલિત સંપાદન માટે લોકોમોટિવ્સ પર સ્થાપિત કરવામાં આવી રહી છે, જેમાં આગમન અને પ્રસ્થાન અથવા રન-થ્રુનો સમાવેશ થાય છે. તેઓ કંટ્રોલ ઓફિસ એપ્લિકેશન (COA) સિસ્ટમમાં તે ટ્રેનોના કંટ્રોલ ચાર્ટ પર આપમેળે પ્લોટ થાય છે. RTIS 30 […]

ટ્રેનોમાં મુસાફરી દરમિયાન 40 કિલોથી વધુ સામાન હશે તો દંડ કરાશે, રેલવે મંત્રાલયે આપી માહિતી

અમદાવાદઃ ટ્રેનોમાં મુસાફરી કરતા પ્રવાસીઓ 40 કિલો જ સામાન લઈ જઈ શકશે. વિમાનની જેમ હવે ટ્રેનોમાં પણ  પ્રવાસીઓ માટે લગેજનો નિયમ લાગુ પડશે. ઘણાબધા પ્રવાસીઓ નિયત કરતા વધુ લગેજ સાથે લઈ જતાં હોય છે. તેના લીઘે અન્ય પ્રવાસીઓને મુશ્કેલી પડતી હોય છે. ટ્રેનોમાં આમને-સામને બન્ને સીટ પર કુલ 6 પ્રવાસીઓની બેઠક હોય છે. એટલે પ્રવાસીઓ […]

અમદાવાદ ઉપડતી અડધો ડઝન ટ્રેનોમાં આજથી વધારાના એસી અને સ્લીપર કોચ જોડાશે

અમદાવાદઃ ઉનાળાના વેકેશનને લીધે ટ્રેનોના ટ્રાફિકમાં વધારો થયો છે. મોટાભાગની ટ્રેનોમાં નો-વેકન્સી જેવી સ્થિતિ છે. વેઈટિંગ લિસ્ટ પણ ખૂબ લાંબુ હોવાથી પ્રવાસીઓ નારાજ બની રહ્યા છે. ત્યારે રેલવે દ્વારા ટ્રેનોમાં નવા વધારાના કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને માગણીને ધ્યાનમાં રાખીને સુવિધા વધારવા માટે  અમદાવાદથી ઉપડતી અને પસાર […]

હોળી-ધૂળેટીના તહેવારોને લીધે ગુજરાતથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો હાઉસફુલ

અમદાવાદઃ હોળી અને ધૂળેટીના પર્વનું રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતના રાજ્યોમાં અનેરૂ મહત્વ હોવાથી ગુજરાતમાં વસવાટ કરતાં પરપ્રાતના લોકો તેમના માદરે વતનમાં હોળી અને ધૂળેટીના પર્વને મનાવવા માટે દર વર્ષે જતાં હોય છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં પરપ્રાંતના લોકો ઉત્તર ભારતના રાજ્યોમાં પોતાના માદરે વતન જતા હોવાથી રેલવે દ્વારા ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી […]

પાલિતાણા-ભાવનગર વચ્ચે કોરોના કાળમાં બંધ કરાયેલી ટ્રેનો શરૂ કરવા માગ

ભાવનગરઃ પાલિતાણાથી ભાવનગર અપડાઉન કરતા પ્રવાસીઓને માટે સાનુકૂળ સમયે ટ્રેન શરૂ કરવાની માગ ઊઠી છે. પાલીતાણા ટર્મિનલ ખાતે આજે મુસાફરોએ પોસ્ટર દ્વારા વહેલી તકે ભાવનગર-પાલીતાણાની ટ્રેનોની બધી ટ્રિપ જલ્દી શરૂ થાય તેવી માંગ કરી હતી. જેમાં ભાવનગર-પાલીતાણા દરરોજ એક જ ટ્રેન આવે અને જાય છે જેને કારણે મુસાફરોને તકલીફો ઉઠાવી પડી રહી છે, જેમાં જો […]

અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા ટ્રેનોમાં ચેકિંગ ઝુંબેશ, સપ્તાહમાં રૂ.81 લાખનો દંડ વસુલાયો

અમદાવાદઃ કોરોનાનો કપરો કાળ સમાપ્ત થયા બાદ સરકારે નિયંત્રણો ઉઠાવી લેતા જોહેર પરિવહન સેવા પણ રાબેતા મુજબ બની ગઈ છે. દિવાળીના તહેવારો દરમિયાન તમામ ટ્રેનો હાઉસફુલ હતી. અને રેલવેના સત્તધિશોને ટ્રેનોમાં વધારા કોચ જોડવાની ફરજ પડી હતી. બીજીબાજુ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા ટ્રેનોમાં ટિકિટ વિના મુસાફરી કરતા મુસાફરોને પકડવા ઝૂંબેશ હાથ ધરી હતી. જુદી જુદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code