1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ટ્રેનોમાં પેસેન્જરોના લગેજની ચોરી કરતી ટોળકીને પકડવા હવે પોલીસ મુસાફરના સ્વાંગમાં વોચ રાખશે
ટ્રેનોમાં પેસેન્જરોના લગેજની ચોરી કરતી ટોળકીને પકડવા હવે પોલીસ મુસાફરના સ્વાંગમાં વોચ રાખશે

ટ્રેનોમાં પેસેન્જરોના લગેજની ચોરી કરતી ટોળકીને પકડવા હવે પોલીસ મુસાફરના સ્વાંગમાં વોચ રાખશે

0
Social Share

અમદાવાદઃ રેલવે પોલીસે ટ્રેનોમાં મુસાફરી કરતાં લોકોની સુરક્ષા અંગે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. છેલ્લા ઘણા સમયથી ટ્રેનમાં મુસાફરી દરમિયાન લોકોના સરસામાનની ચોરીની ઘટનાઓ સતત વધી છે. છેલ્લા બે વર્ષમાં તો ટ્રેનની મુસાફરી દરમિયાન જુદાં જુદાં પ્રકારની ચોરીની ઘટનાઓ લગભગ ડબલ થઈ ગઈ છે. જેને પગલે વેસ્ટર્ન રેલવે પોલીસે ચોરીની ઘટનાઓને રોકવા અને ગુનેગારોને પકડવા એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાન તબક્કાવાર રાજ્યભરમાં લાગુ કરાશે. આ પ્લાન અંતર્ગત પોલીસ પેસેન્જર બનીને દેખરેખ રાખશે.

સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા બે જ વર્ષ દરમિયાન માત્ર અમદાવાદ ડિવિઝનના 14 રેલવે પોલીસ સ્ટેશનમાં 2021માં 176 ચોરીની ઘટના નોંધાઈ હતી. જેમાંથી 95 ચોરી તો માત્ર અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશન (કાલુપુર) ખાતે નોંધાઈ હતી. આ બનાવો  વર્ષ 2022માં વધીને 298 થઈ ગયા છે. જેમાંથી 167 બનાવો અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશન (કાલુપુર) ખાતે નોંધાયા છે.  આમ માત્ર અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં જ બે વર્ષમાં ચોરીના બનાવોમાં લગભગ બમણો વધારો થયો છે. ચોરીના બનાવોમાં  મુખ્યત્વે ચાલુ ટ્રેનમાં ચોરી, પ્લેટફોર્મ ઉપરથી ચોરી, પિક પોકેટિંગ, વાહનચોરી, ચેઈન સ્નેચિંગ, મોબાઈલ ફોન ચોરી અને અન્ય ચોરીનો સમીવેશ થાય છે.

આ અંગે વેસ્ટર્ન રેલવેઝ (ગુજરાત) એ.ડી.જી.પી  (ઈન્ચાર્જ) ડો.એસ.પી. રાજકુમારે જણાવ્યું છે કે, રેલવે પોલીસ સ્ટેશનોમાં કામ કરવાની પદ્ધતિ ઉપર ધરમૂળથી ફેરફાર કરવાની જરૂર છે. છેલ્લા બે વર્ષમાં ટ્રેન  મુસાફરી દરમિયાન ચોરીની ઘટનાઓ જે રીતે વધી છે તે ચિંતાજનક છે. આથી જ અમે ટ્રેન, રેલવે પ્લેટફોર્મ ઉપર ગુના રોકવા અને ગુનેગારોને ઝડપી લેવા એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અમે કેટલાક સમયથી રાજ્યભરના રેલવે પોલીસ સ્ટેશનોમાં નોંધાતા ગુના અને ગુનેગારોની માહિતી મેળવી છે. અમે ડિકોય ટ્રેપ કરવા ટીમ બનાવવા આદેશ આપ્યા છે. જેથી ભૂતકાળના બનાવો ને આધારે જે ટ્રેન કે કોચમાં ચોરી વધુ થતી હોય તેમાં સિવિલ ડ્રેસમાં પોલીસ જ મુસાફર બનીને પ્રવાસ કરશે અને તેના ફોન કે સામાન ગુનેગારને દેખાય તે રીતે મૂકશે. જેથી ચોરી કરવા કરતા ગુનેગારને ઝડપી શકાશે. આ ઉપરાંત પોલીસ સાદા ડ્રેસમાં પ્રવાસીઓની બાજુમાં બેસીને તેમના સામાન પર વોચ રાખશે. જેથી પ્રવાસીઓના લગેજ ચોરતી ટોળકીને પકડી શકાય. પોલીસે ચોર ટોળકીને પકડવા માટે એક્શનપ્લાન બનાવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code