Site icon Revoi.in

ટ્રેનની સાઇડ લોઅર બર્થની ડિઝાઇનમાં કરાયો ફેરફાર, મુસાફરો કરી શકશે આરામદાયક સવારી

Social Share

નવી દિલ્હી: ભારતીય રેલવેએ એક અગત્યનો નિર્ણય કર્યો છે. હવે ટ્રેનની મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે ભારતીય રેલવેએ લોઅર બર્થની ડિઝાઇનમાં ફેરફાર કર્યો છે. આ ફેરફારથી હવે મુસાફરોની કમરમાં દુ:ખાવો થવાની ફરિયાદ નહીં રહે. રેલવેએ મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે નવી ડિઝાઇનમાં સ્પિલટ ઓપ્શનની સાથે હવે અલગથી એક સ્લાઇડ સીટ પણ આપી છે. તેને લઇને રેલવે મંત્રી પીયૂષ ગોયલે ટ્વીટર પર એક વીડિયો પણ શેર કર્યો છે.

હકીકતમાં, ટ્રેનોમાં લોઅર સાઇડ બર્થ પર બેસવા માટે સ્પિલટ ઓપ્શન હોય છે. જ્યારે કોઇ મુસાફરે સુઇ જવું હોય ત્યારે તે સીટને જોડી દે છે, પરંતુ વચ્ચે ગેપ હોવાથી મુસાફરોને સુવામાં ઘણી તકલીફ પડે છે. ડિઝાઇનમાં કરાયેલા ફેરફાર પછી હવે મુસાફરોને કમરમાં દુખાવાની ફરિયાદ નહીં રહે.

નવી ડિઝાઇનની વાત કરીએ તો સ્પિલટ ઓપ્શનની સાથોસાથ અલગથી એક સ્લાઇડ સીટ અપાઇ છે, જે વિંડો તરફ અપાઇ છે. તેનો મુસાફર પોતાની મરજી મુજબ ઉપયોગ કરી શકશે. જો મુસાફરોને સુઇ જવું હશે તો તેને ખેંચીને ઉપર કરી લેશે, જેનાથી બંને સીટોની વચ્ચેનો ગેપ ઢંકાઇ જશે.

ઉલ્લેખનીય છે કે, રેલવ નોન-એસી સ્લીપર અને જનરલ ક્લાસ કોચને અપગ્રેડ કરવાની યોજનાને લઈને કેટલાક મહિના પહેલા આ અહેવાલ આવ્યા હતા. આ સિલસિલમાં અનરિઝર્વ્ડ જનરલ ક્લાસ કોચ અને થ્રી-ટાયર નો એસી સ્લીપર ક્લાસ કોચને ભારતીય રેલવે એસી કોચમાં રી-ડિઝાઈન કરી રહ્યું છે.

(સંકેત)